નેશનલસ્પેશિયલ ફિચર્સ

Anant-Radhika Wedding: 2 જુલાઈએ અનંત-રાધિકાનો ત્રીજો પ્રી-વેડિંગ બેશ, સેલિબ્રેશન ખૂબ જ ખાસ હશે

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે શરણાઇના સૂર રેલાવાના છે. તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12મી જુલાઈના રોજ પ્રભુતામાં પગલાં માંડશે. લગ્ન પહેલા અત્યાર સુધીમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બે પ્રી-વેડિંગ ફંક્શન થઈ ચૂક્યા છે, પહેલું પ્રી-વેડિંગ ફંક્શન માર્ચમાં અને બીજું મે મહિનામાં થયું હતું. હવે બીજી જુલાઇના રોજ ત્રીજું પ્રી વેડિંગ ફંક્શન યોજાયું હતું.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને લઈને દેશભરમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે, તાજેતરમાં જ અનંત અને રાધિકાના લગ્નનું કાર્ડ સામે આવ્યું હતું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વધુ એક પ્રી-વેડિંગ કાર્ડનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ પ્રી-વેડિંગ કાર્ડ જોઈને યુઝર્સ માથું પકડીને વિચારી રહ્યા છે કે વધુ એક પ્રી-વેડિંગ બેશ! જોકે, 2જી જુલાઈએ થવા જઈ રહ્યું છે, એ પ્રી-વેડિંગ ખૂબ જ ખાસ છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રીજા પ્રી-વેડિંગ કાર્ડનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે, “2જી જુલાઈએ સાંજે 4:30 વાગ્યે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા પ્રી-વેડિંગ સેલિબ્રેશન તરીકે પાલઘરમાં સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરમાં સાંજે 7:00 વાગ્યે ગરીબ અને વંચિત વર્ગના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે. મતલબ કે આ વખતે પ્રી-વેડિંગમાં કોઈ સેલિબ્રેશન નહીં થાય, પરંતુ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે, એવા અહેવાલો છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી આ સમૂહ લગ્ન સમારોહમાં હાજરી આપશે તેમની સાથે પરિવારના અન્ય સભ્યો પણ હાજરી આપી શકે છે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. નીતા અંબાણીએ બનારસથી ખાસ સાડી મંગાવી છે, જેની કિંમત 5 થી 10 લાખ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્નના ફંક્શન ત્રણ દિવસ ચાલશે, જે 12 જુલાઈથી શરૂ થશે અને 14 જુલાઈ સુધી ચાલશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button