નવી દિલ્હી: સંસદની સુરક્ષામાં મોટી ખામીનો મામલો સામે આવ્યો છે. આજે લોકસભાની કાર્યવાહી દરમિયાન બે શખ્સો ગૃહમાં ઘુસી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.
આજે બુધવારે બે શખ્સો કાર્યવાહી દરમિયાન લોકસભામાં ઘૂસી ગયા હતા અને ટીયર ગેસના સેલ્સ છોડ્યા હતા. તેઓ પણ બૂમો પાડતા વેલમાં ઘુસી આવ્યા હતા.
કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે કે, બે યુવકો પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદ્યા અને તેમના દ્વારા કંઈક ફેંકવામાં આવ્યું, જેમાંથી ગેસ નીકળી રહ્યો હતો. સાંસદોએ તેને પકડી લીધા અને ત્યાર બાદ સુરક્ષાકર્મીઓ તેને બહાર લઈ ગયા. ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ સુરક્ષા ખામી છે. આજે 2001 સાંસદ હુમલામાં પોતાના જીવનનું બલિદાન આપનાર લોકોની પુણ્યતિથિ છે.