
નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં આજે સવારે ભૂકંપના તીવ્ર આંચકા (Earthquake in Delhi) અનુભવાયા હતા. સવારે 5.36 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા 4.0 હતી.
પીએમ મોદીએ ટ્વિટ કરીને શું લખ્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું, દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. તમામન શાંતિ રાખવા અને સુરક્ષા નિયમોનું પાલન કરવા અપીલ છે. અધિકારીઓ સ્થિતિ પર નજર નાંખી રહ્યા છે.
આતિશીએ શું લખ્યું
ભૂકંપના કારણે લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. આચંકા એટલા તીવ્ર હતા કે ઘરમાં રાખેલા વાસણો પણ પડી ગયા હતા અને ઘરમાં પણ કંપનનો અનુભવ થયો હતો. દિલ્હીના કાર્યવાહક મુખ્ય પ્રધાન આતિશીએ ભૂકંપના ઝટકા બાદ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી સલામતીની પ્રાર્થના કરી હતી.
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર પોતાની ટ્રેનની રાહ જોઈ રહેલા એક મુસાફરે કહ્યું, અમને એવું લાગ્યું કે જાણે કોઈ ટ્રેન અહીં ભૂગર્ભમાં દોડી રહી હોય. બધું ધ્રુજી રહ્યું હતું. ગાઝિયાબાદના એક રહેવાસીએ જણાવ્યું, ધ્રુજારી એટલી જોરદાર હતી. મેં પહેલાં ક્યારેય આવું અનુભવ્યું નથી. આખી ઇમારત ધ્રુજી રહી હતી. નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર પોતાની ટ્રેનની રાહ જોઈ રહેલા એક મુસાફરે કહ્યું, “તે થોડા સમય માટે હતું, પરંતુ તેની તીવ્રતા એટલી વધારે હતી. એવું લાગ્યું કે કોઈ ટ્રેન ખૂબ જ ઝડપથી આવી છે.