(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: આણંદ જિલ્લાના ઉમરેઠમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે દોડી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠમાં ઓડ બજાર તળાવ પાસે આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર પર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ અસામાજિક તત્ત્વોએ મંદિરમાં પથ્થરો નાખ્યા હતા અને મંદિરની મૂર્તિ સહિત ધ્વજાને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મંદિરના પૂજારીએ ઉમરેઠ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
