ભગવાન સાથે સીધો સંપર્ક કરાવતી એપએ મચાવ્યો અમેરિકામાં ખળભળાટ

જેમને શ્રદ્ધા છે તેમની માટે ઈશ્વર સર્વત્ર છે. તેઓ દરેક કામ કરતા પહેલા ઈશ્વર કે દૈવીય શક્તિ વિશે વિચારે છે. માણસ જ્યારે મુંઝવણમાં હોય, દુઃખમાં હોય, દ્વીધામાં હોય ત્યારે ચોક્કસ ભગવાનને યાદ કરે છે. હવે જો ભગવાન ખરેખર તમારી વાત સાંભળી તમારી મદદે આવે તો…હા, આવું જ કંઈક અમેરિકામાં બની રહ્યું છે.
અમેરિકામાં લોકો જિસસ સાથે વાત કરી રહ્યા છે. જી હા આ શક્ય બન્યું છે એક એપથી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી બાઈબલના પાત્રો સાથે વાતચીત થઈ શકે તેવી એક એપ તૈયાર થઈ રહી છે અને લોકો તેનો ધૂમ ઉપયોગ કરી રહ્યા છે, તેમ એક અહેવાલ જણાવે છે.
લૉસ એન્જલસ કેટલોફ સોફ્ટવેર નામની કંપનીએ આ એપ લૉંચ કરી છે. એપનું નામ છે ટેક્સ્ટ વિથ જિસસ. હું જે કરું છું તે યોગ્ય છે કે નહીં, ધર્મ અનુસાર છે કે નહીં, મારે આ કામ કરવુંજોઈએ કે નહીં, તેનો જવાબ સીધા ભગવાન આપે તેવી આ એપના સીઈઓ સ્ટીફન પીટર જણાવે છે કે લોકો આને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. મોટાભાગના લોકો ઉત્સુકતા સાથે તેને વાપરી રહ્યા છે અને તેમને ભગવાન સાથે વાત કરવાનું મન થાય છે. આ એપ OpenAI અને ChatGPTથી ચાલે છે અને તેનું લક્ષ્ય લોકોને ધર્મ અને આધ્યાત્મિકતા તરફ વાળવાનું છે.
લોકો કેમ છે નારાજ
આ એપથી ભલે એક વર્ગ ખુશ હોય અને તેનો ઉપોયગ કરતો હોય, પરંતુ એક મોટો વર્ગ નારાજ પણ છે. આ એપમાં જ્યારે કોઈ સવાલ પૂછ ત્યારે તેના જવાબ બાઈબલ આધારિત હોય છે. લોકોનું માનવાનું છે કે એઆઈ આધ્યાત્મિક જ્ઞાન આપે તે યોગ્ય નથી. જેમકે કોઈ વ્યક્તિ પોતોના રોજગાર ધંધાની સમસ્યા વિશે પૂચે તો એપ જવાબ આપે છે કે બાઈબલ કહે છે કે કામની ચિંતા ન કરો, દરેક સ્થિતિમાં પ્રાર્થના કરો અને ધન્યવાદ સાથે ઈશ્વર પાસે પોતાની માગણીઓ રાખો. ઘણા લોકો માને છે કે આવી એપના લીધે લોકો ધર્મનું ખોટું અર્થઘટન કરશે.
તો પોપ કેન વેલકીરે તો આને ઈશનિંદા કહી છે. તેમણે કહ્યું કે બાઈબલ વાંચવું મહત્વનું છે. આવી એપના જવાબ આજના લોકોને ખુશ કરવા બાનવવામાં આવે છે, જેમાં ધર્મને સાચી રીતે સમજાવવાનો હેતુ નથી હોતો, માત્ર લોકપ્રિયતા અને કમાણીનો હેતું હોય છે.
જોકે સવાલ એ પણ છે કે આપણે અમિરેકાને મહાસત્તા માનીએ છીએ, વૈજ્ઞાનિક રીતે આગળ વધતો દેશ માનીએ છીએ ત્યારે અહીંયા પણ આ પ્રકારની એપ લૉંચ થવી અને તેનું લોકપ્રિય થવું નવાઈની વાત છે.
આ પણ વાંચો…કેશ ઓન ડિલિવરી પર વધારાનો ચાર્જ વસૂલતી એપ પર સરકારની લાલ આંખ, ટૂંક સમયમાં થશે કાર્યવાહી…