વિદ્યાર્થીએ ક્રિકેટ રમતી વખતે ઠંડુ પાણી પીધું અને મૃત્યુ પામ્યો
લખનઉ: ઉત્તર પ્રદેશના અમરોહામાં ક્રિકેટ રમતી વખતે 10મા ધોરણના વિદ્યાર્થીનું મોત થયું હતું. વિદ્યાર્થીને ક્રિકેટ રમતી વખતે તરસ લાગતા તેણે ઠંડુ પાણી પીધું હતું. પાણી પીતા જ તેને અચાનક ચક્કર આવ્યા અને તે જમીન પર પડી ગયો. તેના મિત્રો તેને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ તબીબોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો
યુવકના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. પરંતુ પરિવારજનોએ ઉતાવળમાં કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કર્યા વિના મૃતદેહના અગ્નિસંસ્કાર કરી દીધા હતા. આ ઘટના હસનપુર નગરના મોહલ્લા કાયસ્થાનમાં બની હતી. અહીં રહેતો પ્રિન્સ શનિવારે એટલે કે 30 ડિસેમ્બરના રોજ તેના મિત્રો સાથે સોહરકા માર્ગ સ્થિત ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા ગયો હતો.
ક્રિકેટ રમ્યા બાદ પ્રિન્સને તરત લાગતા તેણે બોટલમાં ભરેલું ઠંડું પાણી પીધું, જેના કારણે તેને ચક્કર આવી ગયા અને તે જમીન પર પડી ગયો. આ જોઈને પ્રિન્સના મિત્રો ડરી ગયા હતા ત્યારબાદ તેના મિત્રોએ તરત જ પ્રિન્સના પરિવારને જાણ કરી અને તેને ઈ-રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયો. પરંતુ ત્યાં હાજર તબીબોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો.
પ્રિન્સના મૃત્યુ બાદ તેના પરિવારના સભ્યોએ પણ કોઈ કાયદાકીય કાર્યવાહી કર્યા વગર ગંગા ઘાટ પર મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી દીધો હતો. ત્યારે પ્રશ્ર્ન એ છે કે પ્રિન્સના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આટલી ઉતાવળ કેમ કરી. જો કે કેટલાક લોકોનું કહેવું છે કે પ્રિન્સનું મોત ઠંડીને કારણે થયું હતું. તો વળી કેટલાક કહી રહ્યા છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. પ્રિન્સને બે ભાઈ-બહેન છે. પ્રિન્સના અવસાનથી ઘરમાં શોકનો માહોલ છે.