નેશનલ

આજે સંસદમાં શપથ લેવા આવશે જેલમાંથી બે કેદીઓ, કોણ છે આ બંને સાંસદો ?

નવી દિલ્હી: જેલવાસ ભોગવી રહેલા અને સાંસદ બનેલા ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ (amritpal singh) આજે સંસદમાં શપથ લેશે. આજ તેમને આસામથી દિલ્હી લઈ જવામાં લેશે. તાજેતરની લોકસભાની ચૂંટણીમાં વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અમૃતપાલ પંજાબની ખડુર સાહિબ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ અંતર્ગત 9 સાથીઓની સાથે આસામના દિબ્રુગઢ જેલમાં બંધ અમૃતપાલને ચાર દિવસની પૈરોલ મળી છે. આથી તેઓ લોકસભાના સદસ્ય પદની શપથ લઈ શકે.

અમૃતપાલ સિંહને 5 જુલાઈથી ચાર દિવસ માટે કસ્ટોડિયલ પેરોલ આપવામાં આવ્યો છે. અમૃતપાલને ‘મિલિટરી એરક્રાફ્ટ’ દ્વારા આસામથી દિલ્હી લાવવામાં આવશે અને પછી પરત લઈ જવામાં આવશે. અમૃતપાલને લાવવા માટે પંજાબ પોલીસની ટીમ આસામ પહોંચી ગઈ છે. પેરોલના સમયગાળા દરમિયાન અમૃતપાલ ન તો મીડિયા સાથે કોઈ મુદ્દા પર વાત કરી શકે છે, ન તો મીડિયાને સંબોધિત કરી શકે છે અને ન કોઈ નિવેદન આપી શકે છે. કોર્ટના આદેશ અનુસાર તેમના પરિવારના સભ્યો પણ મીડિયામાં કોઈ નિવેદન આપી શકતા નથી.

આતંક ફંડિંગના આરોપોનો સામનો કરી રહેલા શેખ અબ્દુલ રશીદ (Shekh Abdul Rashid) પણ શુક્રવારે લોકસભાના સભ્ય તરીકે શપથ લેશે. જમ્મુ-કાશ્મીરના બારામુલાથી સાંસદ તરીકે ચૂંટાયેલા રાશિદ આતંકવાદને નાણાં પૂરા પાડવાના કેસમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. તેઓ એન્જિનિયર રાશિદ તરીકે પણ ઓળખાય છે. રશીદને શપથ લેવા માટે બે કલાકની કસ્ટોડિયલ પેરોલ આપવામાં આવી છે. તે પણ પેરોલના સમયગાળા દરમિયાન તે ન તો મીડિયા સાથે કોઈ મુદ્દા પર વાત કરી શકે છે, ન તો મીડિયાને સંબોધિત કરી શકે છે, ન કોઈ નિવેદન આપી શકે છે.

ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી સપાના સાંસદ અફઝલ અંસારીએ સોમવારે સંસદ સભ્ય તરીકે શપથ લીધા. સ્પીકર ઓમ બિરલાએ તેમના સંસદીય કાર્યાલયમાં અફઝલને પદના શપથ લેવડાવ્યા હતા. અફઝલ અંસારી તાજેતરમાં લોકસભામાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન શપથ લઈ શક્યા ન હતા.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત