નેશનલ

ગુજરાતમાં સરકારી કર્મચારીઓને બખાં

મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો ક ૪.૪૫ લાખ કર્મચારીઓ અને ૪.૬૩ લાખ પેન્શનર્સને લાભ મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં જુલાઈ ૨૦૨૩થી ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારના નિર્ણયથી ૪.૪૫ લાખ કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. અને ૪.૬૩ લાખ પેન્શનરોને પણ મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. ભથ્થામાં વધારાની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચુકવાશે.

મોંઘવારી ભથ્થાની આઠ મહિનાની એટલે કે ૧લી જુલાઈ ૨૦૨૩થી ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. જુલાઈ ૨૦૨૩થી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીની તફાવત રકમ માર્ચ ૨૦૨૪ના પગાર સાથે, ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૩ની એરિયર્સની રકમ એપ્રિલ ૨૦૨૪ના પગાર સાથે તેમ જ જાન્યુઆરી અને ફેબ્રુઆરી ૨૦૨૪ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે-૨૦૨૪ના પગાર સાથે કર્મચારીઓને ચુકવાશે. નવી વર્ધિત-પેન્શન યોજના એન.પી.એસ.માં કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે પણ એક નિર્ણય કર્મચારીઓની માગણીઓને પ્રતિસાદ આપતા કર્યો છે. હવે એન.પી.એસ. અન્વયે કર્મચારીએ ૧૦ ટકા ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેની સામે ૧૪ ટકા ફાળો આપશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ બે મહત્ત્વપૂર્ણ નિર્ણયો ઉપરાંત કર્મચારીઓને એલ.ટી.સી. માટે ૧૦ પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતરણ ચુકવણી અગાઉ ૬ઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી, તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો પણ અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્મચારી હિતકારી નિર્ણયોના અમલ અંગે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…