‘પ્રિય અમિતાભ બચ્ચન…’, રેલ્વે પ્રધાને જવાબ ન આપતાં કેરળ કોંગ્રેસે……

કેરળ કોંગ્રેસે ગુરુવારે ઉત્તર પ્રદેશના ગોરખપુરથી ખીચોખીચ ભરેલી ટ્રેનનો વીડિયો શેર કર્યો છે. . વીડિયોની સાથેના કેપ્શનમાં અમિતાભ બચ્ચનનું નામ લખવામાં આવ્યું હતું. વીડિયોના કેપ્શનમાં આગળ લખ્યું છે કે અમને તમારી થોડી મદદની જરૂર છે. કરોડો લોકોને આ રીતે મુસાફરી કરવાની ફરજ પડી છે. રિઝર્વેશન કોચની પણ આ જ હાલત છે. ઉત્તર ભારતમાં તાપમાન 52 ડિગ્રી છે અને આ વીડિયો ગોરખપુરની એક ટ્રેનનો છે જ્યાંથી યુપીના સીએમ યોગી આદિત્યનાથ આવે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે ઘણા લોકો એક ડબ્બામાં બેઠા છે અને ગરમીથી છુટકારો મેળવવા પ્લાસ્ટિકના પંખાનો ઉપયોગ કરી રહ્યા છે. આ દરમિયાન કેરળ કોંગ્રેસે કેન્દ્રની ટીકા કરતા કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં દેશની વસ્તીમાં 14 કરોડનો વધારો થયો છે પરંતુ ભારતીય રેલ્વેમાં ટ્રેનોની સંખ્યા તે પ્રમાણમાં વધી નથી.
કેરળ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ઘણી વંદે ભારત ટ્રેનનેરેલવેના કાફલામાં સામેલ કરવામાં આવી છે, પરંતુ આ ટ્રેનોના મોટાભાગના કોચ ખાલી જતા હોય છે.આ પોસ્ટમાં કેરળ કોંગ્રેસે એમ પણ કહ્યું છે કે તેઓએ આ માટે બોલિવૂડ અભિનેતાને ટેગ કેમ કર્યા? પાર્ટીએ જણાવ્યું હતું કે તેમણે હાલમાં જ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે આ અંગે વાત કરી હતી, પરંતુ તેમણે તેમની વિનંતી સાંભળી ન હતી. આવી સ્થિતિમાં વૈષ્ણવ સુધી સંદેશો પહોંચાડવા માટે તેમને બોલિવૂડ કલાકારની મદદ લેવાની ફરજ પડી છે.
કેરળ કોંગ્રેસે એવો આક્ષેપ પણ કર્યો હતો કે રેલવે પ્રધાન અમીરો અને સેલિબ્રિટીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ઝડપથી જવાબ આપે છે, પછી ભલે વિનંતી હેક થયેલા ટ્વિટર એકાઉન્ટને રિસ્ટોર કરવાની હોય.” પાર્ટીએ સામાજિક મુદ્દા પર રેલવે પ્રધાનનું ધ્યાન દોરવા માટે અમિતાભ બચ્ચનના સ્ટારડમનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે પક્ષનું માનવું છે કે અભિનેતા સામાજિક કારણો માટે પ્રતિબદ્ધ છે અને તેઓ જો આ મામલે ટ્વિટ કરશે મંત્રી સહિત અન્યોનું ધ્યાન પણ લોકોની દુર્દશા તરફ દોરાશે અને આ સમસ્યાનું કંઇક નિરાકરણ આવશે.
Also Read –