અમિત શાહનો દાવો “2029માં પણ બનશે NDA સરકાર અને વડાપ્રધાન બનશે…..”
ચંદીગઢ: ચંદીગઢના મનીમાજરા ખાતે ગૃહ પ્રધાન અમિત શાહે પાણી પુરવઠાની પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ સમયે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે 2029માં પણ NDAની સરકાર બનશે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે. તેમણે વિપક્ષને કહ્યું હતું કે વિપક્ષમાં બેસવા માટે તૈયાર રહે અને વિપક્ષમાં બેસવાની રીતો શીખી લે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે ચંદીગઢના મનીમાજરા ખાતે 24 કલાક પાણી પૂરું પાડનારી પારિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. 75 કરોડના ખર્ચે સ્થપાયેલા આ પ્રોજેક્ટથી મનીમાજરાના એક લાખથી વધુ નાગરિકોમે ફાયદો થશે, જેમાં મોર્ડન હાઉસિંગ કોમ્પ્લેક્સ, શિવાલિક એન્ક્લેવ, ઈન્દિરા કોલોની અને શાસ્ત્રી નગરમાં રહેતા લોકોનો સમાવેશ થાય છે. આ દરમિયાન અમિત શાહે વિપક્ષ પર પ્રહારો કર્યા કોંગ્રેસને અરીસો બતાવીને દાવો કર્યો કે 2029માં પણ NDAની સરકાર બનશે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે.
પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના એલજી ગુલાબ ચંદ કટારિયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ‘સ્માર્ટ સિટી મિશન’ હેઠળ શરૂ કરાયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સતત ઉચ્ચ દબાણના પુરવઠા દ્વારા તેના સંગ્રહમાં ઘટાડો કરીને પાણીનો બગાડ અટકાવવાનો છે. પ્રોજેક્ટના અન્ય ઉદ્દેશોમાં લીકેજમાં ઘટાડો, ‘સ્માર્ટ મીટરિંગ’ દ્વારા પાણીનું સંરક્ષણ, ભૂગર્ભજળ પર મર્યાદિત નિર્ભરતા અને ઊર્જા વપરાશની દેખરેખનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ માટે કુલ 22 કિલોમીટર લાંબી પાણીની પાઈપલાઈન નાખવામાં આવી છે અને બે ભૂગર્ભ જળાશયો બનાવવામાં આવ્યા છે.
અમિત શાહે કહ્યું, “હું તમને વિશ્વાસ આપું છું કે વિપક્ષને જે કરવું છે તે કરવા દો. 2029માં એનડીએ આવશે, મોદીજી આવશે. કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે તેને ખબર નથી કે કોંગ્રેસને 3 ચૂંટણીમાં જેટલી બેઠકો મળી છે તેનાથી વધુ બેઠકો ભાજપે જીતી છે. જે લોકો ભ્રમ ફેલાવવા માંગે છે તેઓ વારંવાર કહે છે કે આ સરકાર ચાલવાની નથી. હું એમને વિશ્વાસ આપવા આવ્યો છું કે આ સરકાર માત્ર પોતાનો કાર્યકાળ જ પૂર્ણ નથી કરવાની પરંતુ 2029માં પણ NDA સરકાર બનવાની છે અને વિપક્ષમાં બેસવા માટે તૈયાર રહે અને વિપક્ષમાં બેસવાની રીતો શીખી લે.
Also Read –