“રાહુલ બાબા ચેતી જજો! નહિ આપી શકો લઘુમતીઓને અનામત” અમિત શાહે આપી ચેતવણી
નવી દિલ્હી: ઝારખંડ ચૂંટણીને લઈને ભાજપ ખૂબ જ દમદાર પ્રચાર કરી રહ્યું છે. આ દરમિયાન એક ચૂંટણી સભાને સંબોધી રહેલા અમિત શાહે રાહુલ ગાંધીને ચેતવણી આપી દીધી હતી. તેમણે કહ્યું કે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી દેશમાં લઘુમતીઓને ક્યારેય અનામત નહીં મળે. તેમણે કહ્યું, કોંગ્રેસ પાર્ટી અનામતની વાત કરે છે. બંધારણમાં ધર્મના આધારે અનામતની કોઈ જોગવાઈ નથી. અમે ક્યારેય કોઈ ચોક્કસ ધર્મને અનામત આપી શકીએ નહીં.
આ પણ વાંચો: Jharkhand Election 2024: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી આ મોટી જાહેરાત
અમિત શાહે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને મુસ્લિમોના એક જૂથ વચ્ચે 10 ટકા અનામત આપવાની સહમતી સધાઈ ગઈ છે. અમિત શાહે કહ્યું કે, હું ઝારખંડના લોકોને પૂછવા આવ્યો છું કે જો મુસ્લિમોને 10 ટકા અનામત મળશે તો કોનું અનામત ઘટાડી દેવામાં આવશે? પછાત વર્ગો, દલિતો અને આદિવાસીઓના અનામતને ઘટાડી દેવામાં આવશે. તેમણે રાહુલ ગાંધીને ચેતવણી આપતા કહ્યું કે “રાહુલ બાબા, તમારા મનમાં ગમે તે ષડયંત્ર હોય, જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી આ દેશમાં લઘુમતીઓને અનામત નહીં મળે.
અમિત શાહે આરોપ લગાવ્યો છે કે “રાહુલ ગાંધી બંધારણના લાલ પુસ્તક બતાવે છે. બે દિવસ પહેલા જ તેનો પર્દાફાશ થઈ ગયો. કોઈને રાહુલ ગાંધીની રેલીમાં તેનું બંધારણનું પુસ્તક મળી ગયું કે જેના પર ભારતનું બંધારણ લખલું છે પણ અંદરના પેજ કોરા છે, ત્યાં કાઇ જ લખેલું નથી. તેમણે બંધારણ, બાબાસાહેબ આંબેડકર અને બંધારણ સભાનું અપમાન છે.
આ પણ વાંચો: સરદાર પટેલને ભારત રત્નથી વંચિત રખાયા: Run for Unity વખતે અમિત શાહે આપ્યું મોટું નિવેદન
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે. અમિત શાહે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસનો ઉદ્દેશ્ય ઓબીસી, આદિવાસીઓ અને દલિતોના અનામતને છીનવી લેવાનું છે અને તે લઘુમતીઓને આપવાની યોજના બનાવી રહી છે.