Top Newsનેશનલ

પશ્ચિમ બંગાળમાં અમિત શાહ ગર્જયા, કહ્યું મમતા સરકારે ઘૂસણખોરોને આશ્રય આપ્યો…

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે. જેમાં ભાજપ અને ટીએમસી આ વખતે આમને સામને છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરતા ટીએમસી અને મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ટીએમસી સરકાર પર ઘૂસણખોરોને આશ્રય આપવાનો અને ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે.

પીએમ મોદીએ બંગાળના વિકાસ માટે કોઈ કસર છોડી નથી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, પીએમ મોદીએ બંગાળના વિકાસ માટે કોઈ કસર છોડી નથી. 12 નવી ટ્રેનો શરૂ કરવામાં આવી છે અને અમે પશ્ચિમ બંગાળ સરકારને 10 લાખ કરોડ રૂપિયાથી વધુ આપ્યા છે. હું વચન આપું છું કે જો તમે ભાજપ સરકાર બનાવશો તો પીએમ મોદી સુનિશ્ચિત કરશે કે તમામ નાણાં ગામડા અને ગરીબો સુધી પહોંચે તેમ કોઇ કાપ મૂકવામાં નહિ આવે.

ભાજપની 21 રાજ્યમાં સરકાર બંગાળ 22 મું રાજ્ય બનશે

અમિત શાહે વધુમાં જણાવ્યું કે, ચૂંટણી હિંસા દરમિયાન મમતા બેનર્જીની પાર્ટીએ 7 થી વધુ ભાજપના કાર્યકરોને મારી નાખ્યા છે તેમજ સેંકડો ઘાયલ થયા છે. તેમજ રાજ્યમાં ભાજપ કાર્યકરોના અનેક મકાનોને આગ લગાવી હતી અને અનેક લોકોને ખોટા આરોપોમાં જેલમાં ધકેલી દીધા છે. આજે હું બંગાળના ભાજપના કાર્યકરોને આહ્વાન કરું છું. આપણા શહીદોને યાદ કર અને ભાજપ બંગાળમાં સરકાર બનાવી શકે તે માટે મહેનત કરો. આજે શ્યામા પ્રસાદ મુખર્જીની પાર્ટીએ દેશભરના 21 રાજ્યોમાં સરકાર બનાવી છે. પરંતુ હું આનાથી સંતુષ્ટ નથી. દેશભરના કાર્યકરો અને આપણા નેતા નરેન્દ્ર મોદી જ્યારે બંગાળ 22મું રાજ્ય બનશે. આપણા કાર્યકરો તેમના પરિવારો અને શ્યામા પ્રસાદ મુખર્જીની શહાદતને સાચી શ્રદ્ધાંજલિ હશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button