નેશનલ

અમિત શાહે ખરડાના નવા મુસદ્દા રજૂ કર્યા

નવી દિલ્હી: કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે ફોજદારી કાયદાનું સ્થાન લેવા માટે રજૂ કરેલા ત્રણ ખરડા મંગળવારે પાછા ખેંચ્યા હતા અને સંસદીય સમિતિની ભલામણનો સમાવેશ કરતા ખરડાના નવા મુસદ્દા લોકસભામાં રજૂ કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયની સંસદીય સમિતિની ભલામણનો સમાવેશ કરતા અનેક સત્તાવાર સુધારા રજૂ કરવાને બદલે સરકારે સુધારા સાથેના નવા ખરડા રજૂ કરવાનો નિર્ણય લીધો હતો.
અમિત શાહે જણાવ્યું હતું કે સુધારા ખરડા પરની ચર્ચા ગુરુવારે થશે અને મતદાન શુક્રવારે હાથ ધરાશે. ખરડાના પાંચ વિભાગમાં સુધારાવધારા કરાયા છે. આ ફેરફારમાંના મોટા ભાગના જોડણી અને ભાષાને લગતા
જ છે. વિપક્ષોએ આ ત્રણ ખરડાનો અભ્યાસ કરવા માટે પૂરતો સમય માગ્યો હતો.

નવેસરથી તૈયાર કરાયેલો ભારતીય ન્યાય સંહિતા ખરડો ૧૮૯૮ના ક્રિમિનલ પ્રૉસિજર ઍક્ટનું સ્થાન લેશે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૧૮૬૦ની ભારતીય દંડસંહિતાનું સ્થાન લેશે, જ્યારે ભારતીય સાક્ષ્ય અધિનિયમ ખરડો ૧૮૭૨ના ઇન્ડિયન એવિડન્સ એક્ટનું સ્થાન લેશે.

અમિત શાહે ત્રણ સુધારિત ખરડાને સંયુક્ત સમિતિને અભ્યાસ મોટે મોકલવાની ભલામણ નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે સ્થાયી સમિતિએ અનેક ભલામણ કરી છે.

સ્પીકર ઓમ બિડલાએ જણાવ્યું હતું કે ત્રણ ખરડા પર ચર્ચા માટે ૧૨ કલાક ફાળવાયા છે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ