Amit Shah – Devendra Fadnavis Meeting: નારાજગી નહીં પણ આ કારણે રાજીનામું આપું છું…
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી-2024ના પરિણામ (Loksabha Election Result-2024) જાહેર થયા અને મહારાષ્ટ્રમાં મહાયુતિને જોરદાર ફટકો પડ્યો હતો. પરંતુ રાજ્યના રાજકારણમાં એ સમયે ભૂકંપ આવ્યો જ્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Dy.CM Devendra Fadanvis)એ મને મારી જવાબદારીમાંથી મુક્ત કરો એવું નિવેદન આપ્યું હતું.
ચૂંટણીના પરિણામના દિવસે જ્યાં એક તરફ રાજ્યમાં ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની નેતૃત્વ હેઠળની શિવસેના (Shivsena UBT) તેમ જ ઠાકરે જૂથ અને મહાવિકાસ આઘાડીમાં ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ જોવા મળી રહ્યું જ્યાં ભાજપ કાર્યાલય (BJP Office)માં સન્નાટો વ્યાપી ગયો હતો.
મહારાષ્ટ્રમાં મહાયુતિના પરાજયની જવાબદારી સ્વીકારીને ભાજપના નેતા અને ગૃહપ્રધાન તેમ જ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એ પ્રેસ કોન્ફરન્સ કરીને મને સરકારમાંથી છુટો કરો એવું નિવેદન આપ્યું હતું. બસ ત્યાર બાદ આખું રાજકીય ચિત્ર પલટાઈ ગયું. દેવેન્દ્ર ફડણવીસના આ નિવેદનના અલગ અલગ તારણ તારવવામાં આવી રહ્યા છે ત્યારે ગુરુવારે મોડી રાતે દિલ્હીમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અને ભાજપના નેતા અમિત શાહ (Cabinet Home Minister And BJP Leader Amit Shah) અને દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત યોજાઈ હતી.
ફડણવીસ અને શાહની આ મુલાકાત રાજ્યના રાજકીય સમીકરણોમાં મહત્ત્વના ફેરફાર જોવા મળશે, એવી માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી છે. આવું હોય તો પણ પ્રદેશાધ્યક્ષની જવાબદારી તો ચંદ્રશેખર બાવનકુળે પાસે જ રહેશે એવું કહેવાઈ રહ્યું છે. દરમિયાન રાજ્યમાં ભાજપ ફરી જોરદાર કામ કરીને એક શાનદાન કમબેક કરશે એવી ખાતરી પણ આ વખતે આપવામાં આવી છે. દરમિયાન રાજીનામું નારાજગીને કારણે નહીં પણ પક્ષની તાકાત વધારવા માટે છે, એટલે મને મારી જવાબદારીઓમાંથી છુટો કરો એવી વિનંતી ફડણવીસે અમિત શાહને કરી છે એવું કહેવાઈ રહ્યું છે.
ફડણવીસે ગૃહ પ્રધાન શાહને એ પણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે મારો નિર્ણય ભાવનિક ના હોઈ પરિસ્થિતિનો વિચાર કરીને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય નાયબ મુખ્ય પ્રધાનપદની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે. આ સિવાય પક્ષ, પાર્ટીની એકતા માટે વધુ કામ કરવાની ઈચ્છા હોઈ પોતે વધુ કામ કરવા માંગુ છું એવું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.
બેઠક બાદ અમિત શાહે ફડણવીસને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જોકે આ બેઠકમાં ચોક્કસ શું નિર્ણય લેવાયો તે હજી જાણી શકાયું નથી. હવે ફડણવીસનું આગળનું પગલું શું હશે એ તરફ લોકોની નજર છે એની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
Also Read –