નેશનલ

લોકસભાની ચૂંટણી પહેલા ગૃહ પ્રધાન અમિત શાહે આપ્યું મોટું નિવેદન, CAA લાગુ પાડીશું પણ…

નવી દિલ્હી: કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે (Home Minister Amit Shah) આગામી લોકસભા ચૂંટણીને (Loksabha Election 2024) લઈને ભાજપના પ્રચંડ વિજયને લઈને મોટો દાવો કર્યો હતો. તેને કહ્યું હતું ભાજપને 370 બેઠકો પર ભગવો લહેરાશે અને ભાજપની આગેવાની વાળા ગઠબંધન NDA ને 400 થી વધુ બેઠકો પરથી વિજય મળશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) આગેવાનીમાં ભાજપ ત્રીજીવાર પોતાની સરકાર બનાવશે. તેને કહ્યું હતું કે લોકસભા ચૂંટણીના પરિણામો લઈને કોઈ સસ્પેન્સ નથી અને કોંગ્રેસ સહિત વિપક્ષોને પણ અહેસાસ થઈ ગયો છે કે તેઓને ફરીથી વિપક્ષમાં જ બેસવાનું છે.

CAA (Citizenship Amendment Bill) ને લઈને અમિત શાહે મોટુ નિવેદન આપ્યું છે કે 2019માં આવેલ કાયદાને લોકસભાની ચૂંટણી પહેલા જ લાગુ કરી દેવામાં આવશે (CAA before loksabha election 2024). CAAને લઈને તેને વધુમાં કહ્યું કે આપણાં મુસ્લિમ ભાઈઓને આ કાયદાને લઈને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે, ભડકાવવામાં આવી રહ્યા છે. નાગરિક (સંશોધન) અધિનિયમ માત્ર તેવા લોકોને નાગરિકતા આપવા માટે છે જેઓ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, અને બાંગ્લાદેશમાં ઉત્પીડનનો સામનો કરીને ભારતમાં આવ્યા છે. આ કાયદાઓ કોઈ ભારતીયની નાગરિકતા છીનવી લેવા માટે નથી જમ્મુ કશ્મીરને લઈને તેને કહ્યું કે વિશેષ રાજ્યોનો દરજ્જો આપનારી બંધારણની 370ની કલમને દૂર કરી છે, એટ્લે અમને ભરોસો છે કે દેશની જનતા પણ ભાજપને 370 અને NDAને 400થી વધુ બેઠકો પર જીત અપાવીને પોતાનો આશીર્વાદ આપશે.

અમિત શાહે કહ્યું કે લોકસભાની ચૂંટણી I.N.D.I.A ગઠબંધન અને વિપક્ષો સાથે નહીં પરંતુ વિકાસ અને માત્ર નારા લગાવનારાઓ સામે હશે. જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પર સવાલ કરવામાં આવ્યા ત્યારે તેને કહ્યું કે નેહરુ-ગાંધીના વંશજોએ આવા પ્રકારની યાત્રાઓ કરવાનો કોઈ જ અધિકાર નથી કારણ કે 1947માં દેશના વિભાજનમાં તેની પાર્ટી જ જવાબદાર હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button