Top Newsનેશનલ

ટેરિફ વિવાદ વચ્ચે એચએએલએ અમેરિકન કંપની સાથે 8870 કરોડ રૂપિયાની ડીલ કરી…

નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે એચએએલએ અમેરિકન કંપની સાથે મોટી ડીલ કરી છે. જેમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે તેજસ વિમાનો માટે અમેરિકાની જીઈ-એરોસ્પેસ પાસેથી 113 જેટ એન્જીન ખરીદવાની ડીલ કરી છે. જેનું મુલ્ય 8870 કરોડ રૂપિયા છે. એચએલએ તેજસ યુદ્ધ વિમાન માટે( F-404 GE-IN20)એન્જીન માટે સમજુતી કરી છે. આ એન્જીનની ડિલીવરી વર્ષ 2027 થી શરુ થઈને વર્ષ 2032 સુધી કરવામાં આવશે.

રક્ષા મંત્રાલયે એચએએલ સાથે 97 તેજસ વિમાનો માટે ડીલ કરી

આ અંગે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે જણાવ્યું હતું કે, એલસીએ તેજસ MK-1A ના 97 વિમાનના નિર્માણ માટે એન્જીન અને સહયોગ પેકેજ માટે જીઈ ઇલેક્ટ્રિક કંપની સાથે કરાર કરવામાં આવ્યા છે. જોકે, ભારતના રક્ષા મંત્રાલયે એચએએલ સાથે 97 તેજસ યુદ્ધ વિમાનો માટે 62,370 કરોડની ડીલ કરી છે. ભારતીય વાયુસેના અને નૌ-સેના માટે તેજસ વિમાન મહત્વનું છે. આ સિંગલ એન્જીન વિમાન જોખમી મિશન માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.

એન્જીનની ડિલીવરીમાં વિલંબના લીધે વિમાનોની ડિલીવરીમાં પણ મોડું

એચએએલ F-404 GE-IN20 એન્જીનનો ઉપયોગ તેજસ MK-1A વિમાનની પ્રથમ બેચ માટે કરી રહ્યું છે. રક્ષા મંત્રાલયે ફેબ્રઆરી 2021 માં એચએએલ સાથે રૂપિયા 48000 કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ કર્યો હતો. જેમાં 83 તેજસ MK-1A વિમાન ખરીદશે. જોકે, જીઈ એરોસ્પેશ દ્વારા એન્જીનની ડિલીવરીમાં વિલંબના લીધે વિમાનોની ડિલીવરીમાં પણ મોડું થઈ રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય વાયુસેના યુદ્ધ વિમાનોની ઘટતી સંખ્યાને સરભર કરવા માટે તેજસ વિમાનોની સમયસર ડિલિવરી મળે તેમ ઈચ્છે છે. જોકે, હાલ વાયુસેના પાસે 31 સ્કવોડ્રન જયારે જરૂરી સંખ્યા 42ની છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button