‘તમિલનાડુ ભાજપમાં પડી રહી છે તિરાડ’ એવી અટકળો વચ્ચે કે. અન્નામલાઈ અને સૌંદરરાજનની બેઠક
નવી દિલ્હી: તમિલનાડુના રાજકારણમા લોકસભા ચૂંટણી બાદ ભારે વંટોળ ફૂંકાયા છે. બીજેપીના વડા કે. અન્નામલાઈએ (k annamalai) શુક્રવારે પાર્ટીના નેતા અને તેલંગાણાના ભૂતપૂર્વ ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજનને (tamilisai soundararajan)ચેન્નાઈમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા. લોકસભા ચૂંટણીના પરિણામોમા તમિલનાડુમાં પક્ષના નબળા પ્રદર્શન બાદ બંને નેતાઓ વચ્ચે મતભેદોની અટકળોએ ચર્ચા જગાવી છે તેવા સમયની વચ્ચે આ બેઠક થઈ છે.
આ બેઠક બાદ સોશીયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં, સૌંદરરાજને કહ્યું કે તેઓ અન્નામલાઈને મળીને ખુશ છે. તો આ બેઠક બાદ અન્નામલાઈએ પણ કહ્યું હતું કે તમિલિસાઈ સૌંદરરાજન પ્રદેશના વરિષ્ઠ નેતાઓમાંથી એક છે. તેમણે તમિલનાડુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ સારી રીતે બજાવી હતી. તેમનો રાજકીય અનુભવ અને સલાહ પાર્ટીને વિકાસ માટે પ્રેરણા આપતી રહેશે.
લોકસભા ચૂંટણીમાંઆ ભાજપને મળેલા નબળા પ્રતિસાદ બાદ સૌંદરરાજને કહ્યું હતું કે જો ભાજપે AIADMK સાથે ગઠબંધન કર્યું હોત તો તમિલનાડુમાં વધુ સારું પ્રદર્શન કરી શકત. તેમણે AIADMK નેતાને પણ ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું જેમણે આરોપ મૂક્યો હતો કે અન્નામલાઈ ભાજપ-AIADMKના પતનનું કારણ છે.
આ બાદ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ટીડીપી નેતા ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ સમારોહની એક વિડિયો ક્લિપમાં, શાહ આંગળી ચીંધીને સુંદરરાજન સાથે ગુસ્સા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. જો કે આ બાદ વિવિધ પ્રકારની ચર્ચાઓ અને અટકળો વહેતી થઈ હતી.