
મુંબઈ: સાઉથ ફિલ્મોની સુપરસ્ટાર એક્ટર જ્યોતિકાએ પતિ સૂર્યા સાથે ડિવોર્સ લીધા હોવાની અફવા પર મોટી ખુલાસો કર્યો છે. 2006માં સાઉથ ફિલ્મોની સુપરસ્ટાર જ્યોતિકાએ સાઉથના એક્ટર સૂર્યા સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો પણ છે.
થોડા સમય પહેલા જ્યોતિકા અને સૂર્યા બંને અલગ થઈ રહ્યા હોવાની ચર્ચા મીડિયા અને ચાહકો વચ્ચે શરૂ થઈ હતી. જોકે હવે જ્યોતિકાએ આ બાબતે મોટો ખુલાસો કર્યો છે. છૂટાછેડાની ચર્ચા અને અફવાઓ વચ્ચે જ્યોતિકા ચેન્નઈથી મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી, તેમ જ જ્યોતિકાએ તેના બે બાળકો સાથે મુંબઈના ઘરમાં શિફ્ટ થતાં જ્યોતિકા અને સૂર્યાએ છૂટાછેડા લીધા હોવાની ચર્ચા શરૂ થઈ હતી.
17 વર્ષ સુધી એકબીજા સાથે રહ્યા બાદ જ્યોતિકા અને સૂર્યાના સંબંધોમાં કોઈ વાતને લઈને તણાવ નિર્માણ થતાં તેઓ છૂટાછેડા લઈ રહ્યા હોવાની અફવાને વેગ મળતા જ્યોતિકા હવે આ બાબતે નિવેદન આપ્યું છે. જ્યોતિકાએ કહ્યું કે મારા અને સૂર્યાના ડિવોર્સની વાત માત્ર એક અફવા છે અને અમે કોઈ ડિવોર્સ નથી લઈ રહ્યા.
જ્યોતિકાએ કહ્યું કે હું મારા કામ અને બાળકોના ભણતર માટે મુંબઈ શિફ્ટ થઈ છું. સૂર્યા સાથે લગ્ન કર્યા બાદ મે ફિલ્મોમાં કામ કરવાથી બ્રેક લીધો હતો પણ હવે ફરીથી ફિલ્મોમાં સેકન્ડ ઈનિંગ્સ રમવા માટે હું તૈયાર છું. મને અનેક ઓફર મળ્યા છે જેમાં બે બૉલીવૂડની ફિલ્મોના પણ છે એટ્લે હું મુંબઈ આવી છું. હું કામ પૂર્ણ થયા બાદ ફરી ચેન્નઈ જઈશ.
જ્યોતિકાએ તેના રિયલ લાઈફ પાર્ટનર સૂર્યા વિશે કહ્યું કે તે ખૂબ જ સપોર્ટીવ છે. સૂર્યા મને હંમેશા ખુશ જોવા માગે છે. તે ઓપન માઈન્ડેડ વ્યક્તિ છે જેથી તેને કોને કેટલી પ્રાયોરિટી આપવી એની પણ સમજે છે.