VIDEO: અમેરિકામાં 12 કરોડની કારમાં ઘૂમી રહ્યા છે ભારતના આ સાંસદ; કોમેન્ટ સેકશનમાં જામી છે ચર્ચા…

નવી દિલ્હી: નગીનાથી લોકસભાના સાંસદ અને આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ હાલ અમેરિકાના પ્રવાસે છે. આઝાદનો અમેરિકા પ્રવાસનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઇને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. હકીકતે વાયરલ થઈ રહેલા વીડિયોમાં ચંદ્રશેખર આઝાદ 12 કરોડ રૂપિયાની રોલ્સ રોયસ કારમાં ફરતા જોવા મળી રહ્યા છે અને આ વીડિયોનાં બેકગ્રાઉન્ડમાં ફિલ્મ KGF નો એક ડાઈલોગ સંભળાય છે.
જુઓ વીડિયો
ચંદ્રશેખર આઝાદનો આ વીડિયો @AnjulBamhrolia નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેમણે લખ્યું છે કે, ચંદ્રશેખર આઝાદ અમેરિકામાં 12 કરોડની કિંમતની રોલ્સ-રોયસ કારમાં ફરે છે.ખાસ વાત એ છે કે આ રોલ્સ-રોયસ ભાડે આપવામાં આવી નથી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
યુઝર્સ કરી રહ્યા છે કોમેન્ટ
વાયરલ વીડિયોમાં ચંદ્રશેખર આઝાદ કેટલાક વિદેશી અને ભારતીય સમર્થકો સાથે હસતા અને રોલ્સ રોયસમાંથી નીચે ઉતરતા જોવા મળે છે. આ વીડિયો પર કોમેન્ટનો ધોધ વહી રહ્યો છે. કેટલાક તેમને ‘દલિતોનો રોબિન હૂડ’ કહી રહ્યા છે, જ્યારે કેટલાક પૂછી રહ્યા છે કે, “શું તમે પોતાને વંચિત કહો છો કે વંચિતોને વંચિત રાખ્યા બાદ રોલ્સ રોયસમાં બેઠા છો?. તો અન્ય એક યુઝરે લખ્યું કે ગરીબ દલિતો ત્યાં જ રહ્યા, જે લોકો તેમનો અવાજ બનવાના હતા તે અમેરિકા ગયા.
આપણ વાંચો : રાહુલ અમેરિકામાં સામ પિત્રોડાને મળ્યાઃ હવે સંબોધનમાં શું કહે છે તેના પર સૌની નજર