ઇન્ટરનેશનલનેશનલ

America એ ભારતને પરત કરી લૂંટાયેલી 1400 પ્રાચીન કલાકૃતિઓ, આટલી કિંમત

મેનહટન : અમેરિકાએ(America)લૂંટવામાં આવેલી 1400 પ્રાચીન કલાકૃતિઓ ભારતને પરત કરી છે. જેની કિંમત લગભગ 10 મિલીયન ડોલર થવા જાય છે. ભારતને પરત કરેલી કલાકૃતિમાં એક દિવ્ય નર્તકની બલૂઆ પથ્થરની પ્રતિમા પણ સામેલ છે. જેને સુભાષ કપૂર અને નેન્સી વિનર સાથે જોડાયેલા અપરાધિક નેટવર્ક દ્વારા દાણચોરી કરીને લાવવામાં આવી હતી. આ વસ્તુઓ અનેક વર્ષોની તપાસ અને દાણચોરી સામેલ પાંચ લોકોને સજા આપ્યા બાદ પરત કરવામાં આવી રહી છે.

1,400થી વધુ લૂંટાયેલી કલાકૃતિઓ ભારતને પરત કરવાની જાહેરાત

આ અંગે અમેરિકાના મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની ઑફિસના એક અખબારી નિવેદન અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સે લગભગ 10 મિલિયન ડોલરની કિંમતની 1,400થી વધુ લૂંટાયેલી કલાકૃતિઓ ભારતને પરત કરવાની જાહેરાત કરી છે. આ ચોરાયેલી પ્રાચીન વસ્તુઓ પરત કરવામાં આવી છે તેમાં એક દિવ્ય નર્તકની રેતીના પથ્થરની પ્રતિમાનો સમાવેશ થાય છે. જે વર્ષ 1980ના દાયકાની શરૂઆતમાં મધ્યપ્રદેશના એક મંદિરમાંથી ચોરાઈ હતી. દાણચોરી અને વેચાણ સરળ બનાવવા માટે તેને લૂંટી અને બે ભાગમાં વહેંચવામાં આવી હતી.

દાણચોરીના નેટવર્કને ઝડપવા અથાક મહેનત કરી

આ પ્રતિમાને એક કર્યા બાદ તેને સુભાષ કપૂરના એક ક્લાયન્ટ દ્વારા મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટને દાનમાં આપવામાં આવી હતી. 2023 માં આર્ટ થેફ્ટ યુનિટ (ATU)દ્વારા આખરે તેને જપ્ત કરવામાં ન આવી ત્યાં સુધી સેલેસ્ટિયલ ડાન્સર મેટ પર પ્રદર્શનમાં રહી. HSI ન્યૂયોર્કના ચાર્જમાં રહેલા સ્પેશિયલ એજન્ટ વિલિયમ એસ. વોકરે નિવેદનમાં જણાવ્યું હતું કે, “HSI ન્યૂ યોર્ક અને મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની ઑફિસ ખાતેના અમારા ભાગીદારોએ ભારતમાં અને અન્યત્ર દાણચોરીના નેટવર્કને ઝડપવા માટે અથાક મહેનત કરી છે.

Also Read – PM Modiને મળશે વધુ એક ઈન્ટરનેશનલ સન્માનઃ જોઈ લો વિદેશના સર્વોચ્ચ સન્માનની યાદી

આ પ્રાપ્ત કરેલા ટુકડાઓ દાણચોરીની તપાસનો એક હિસ્સો હતો. જેની સુભાષ કપૂર અને નેન્સી વિનર સાથે જોડાયેલા અપરાધિક નેટવર્ક દ્વારા દાણચોરી કરવામાં આવી હતી. આ તપાસમાં પાંચ વ્યક્તિઓ દોષિત ઠર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker