અમરેકિાએ 4 ભારતીય કંપની પર પ્રતિબંધ લગાવ્યો, જાણો શું છે કારણ

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાએ ભારતની ચાર કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. અમેરકિાએ ભારત સહિત ઈરાનની 16 કંપનીઓ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી.ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાનું કારણ ઈરાનના તેલ એન્ડ પેટ્રોકેમિલસ ઉદ્યોગમાં તેમની કથિત સંડોવાણી છે. અમેરિકાના નાણા મંત્રાસય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, પ્રતિબંધિત ભારતીય કંપનીઓમાં ઓસ્ટિનશિપ મેનેજમેન્ટ પ્રા.લિ,. બીએસએમ મરીન એલએલપી, કોસ્મોસ લાઇન્સ ઇન્ક અને ફલ્ક્સ મેરીટાઈમ એલએલીપનો સમાવેશ થાય છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા મેમોરેન્ડમ જાહેર કર્યા પછી ઈરાની તેલના વેચાણને લક્ષ્ય બનાવતા પ્રતિબંધોનો આ બીજો તબક્કો છે. અમેરિકાના પ્રતિબંધો પાછળનું કારણ ઈરાન પર દબાણ લાવવાનું છે.
આ પણ વાંચો…આજે ફરી શેરબજારની રેડ સિગ્નલમાં શરૂઆત, આ શેરોની સારી શરૂઆત
નિવેદનમાં જણાવ્યા મુજબ, એમરિકા ઈરાનના તેલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ સાથેના સંબંધો બદલ 16 કંપનીઓ અને જહાજ પર પ્રતિબંધ મૂકી રહ્યું છે. આ ગેરકાયદેસર શિપિંગ નેટવર્ક ઈરાની તેલના લોડિંગ અને પરિવહનમાં તેમની ભૂમિકા છુપાવીને એશિયામાં ખરીરદારો સાથે છેતરપિંડી કરી રહ્યું હતું. ઈરાનને તેની આતંકવાદી પ્રવૃત્તિઓના કારણા નાણા આપવા માટે તેલની આવકનો ઉપયોગ કરતાં અટકાવવા માટે અમેરિકા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.