Top Newsનેશનલ

અમેરિકાએ રશિયાની બે મોટી ક્રુડ ઓઈલ કંપની પર પ્રતિબંધ મુક્યા, ભારત હવે આ દેશોમાંથી ખરીદશે ક્રુડ ઓઈલ…

નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટેરિફ વોર વચ્ચે અમેરિકાએ રશિયાની બે મોટી ક્રૂડ ઓઇલ કંપની
રોસનેફ્ટ અને લૂકોઈલ પર પ્રતિબંધો લાદી દીધા છે. જેના લીધે ભારતની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ અમેરિકન કંપનીઓને અને અન્ય કંપનીઓને પણ તેમની સાથે વેપાર કરવા પર ભારે દંડનો સામનો કરવો પડશે.

ક્રુડ ઓઈલ ઉત્પાદક કંપનીઓ પર પ્રતિબંધો

અમેરિકા દ્વારા બે રશિયન ક્રુડ ઓઈલ ઉત્પાદક કંપનીઓ પર પ્રતિબંધો લાદયા બાદ ભારતમાં ક્રૂડ ઓઇલની આયાતમાં
ઘટાડો થવાની શક્યતા છે. જેના પગલે ભારતીય રિફાઇનરી કંપનીઓ પશ્ચિમ એશિયા, લેટિન અમેરિકા અને અમેરિકામાંથી ક્રૂડ ઓઇલની ખરીદી વધારી શકે છે.

ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો હિસ્સો લગભગ એક તૃતીયાંશ

આ અંગે અમેરિકાએ જણાવ્યું છે કે, રોઝનેફ્ટ અને લુકોઇલ સાથે સંકળાયેલા તમામ વ્યવહારો 21 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવા પડશે. હાલમાં ભારતની ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો હિસ્સો લગભગ એક તૃતીયાંશ છે. રશિયાએ આ વર્ષે ભારતમાં સરેરાશ આશરે 1.7 મિલિયન બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઓઇલ નિકાસ કર્યું છે.

આમાંથી, આશરે 1.2 મિલિયન બેરલ પ્રતિ દિવસ સીધા રોસનેફ્ટ અને લૂકોઈલમાંથી આવતું હતું. આ ક્રુડ ઓઈલનો મોટાભાગનો હિસ્સો ખાનગી રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને નાયરા એનર્જી દ્વારા ખરીદવામાં આવ્યો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રશિયામાંથી આયાત રોકશે

જોકે, ભારતમાં 21 નવેમ્બર સુધી રશિયન ક્રૂડ ઓઇલની આવક 1.6-1.8 મિલિયન બેરલ પ્રતિ દિવસની રેન્જમાં રહેવાની ધારણા છે. પરંતુ તેની બાદ રોસનેફ્ટ અને લૂકોઈલથી સીધી આયાતમાં ઘટાડો થઈ શકે છે. તેમજ ભારતીય રિફાઇનરીઓ અમેરિકાના પ્રતિબંધોના કોઈપણ જોખમને ટાળવા માંગે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેનો રોસનેફ્ટ સાથે 25 વર્ષનો કરાર છે જે દરરોજ 5,00,000 બેરલ સુધીનું ક્રૂડ ઓઇલ ખરીદે છે. તે રોસનેફ્ટથી ક્રુડ ઓઈલ આયાત સ્થગિત કરનારી પ્રથમ કંપની હોઈ શકે છે.

આ પણ વાંચો…યુરોપને છૂટ તો ભારત પર દબાણ કેમ? રશિયાના તેલ ખરીદી પર યુએસ દબાણનો પીયૂષ ગોયલે કર્યો આકરો વિરોધ…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button