નેશનલ

કેદારનાથમાં સીઝનની પહેલી હિમવર્ષાનો અદ્ભુત નઝારો

કેદારનાથના દર્શન: રૂદ્રપ્રયાગ જિલ્લામાં સોમવારે થયેલી હિમવર્ષા વચ્ચે સોમવારે શ્રદ્ધાળુઓ કેદારનાથ મંદિરની મુલાકાતે. (એજન્સી)

દહેરાદૂન: રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવ્યો છે. ઉત્તર ભારતમાં છાને પગલે ફૂલગુલાબી ઠંડીનું આગમન થઇ ગયું છે અને ઉંચાઇવાળા વિસ્તારોમાં તો રૂની પુણી જેવી ધોળી ધોળી હિમવર્ષા પણ શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન હિમાલયમાં પણ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હવામાન બદલાતાની સાથે જ ઉત્તરાખંડના પવિત્ર કેદારનાથ ધામમાં આ સીઝનની પ્રથમ હિમવર્ષાનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે.
કેદારનાથ ધામ ઘણી ઉંચાઇએ આવેલું હોવાથી આમ પણ અહીં વાતાવરણ કાયમ ઠંડુ જ હોય છે, પણ હવે અહીં હિમ વર્ષા શરૂ થઇ ગઇ છે. હિમવર્ષાને કારણે ઠંડીમાં વધારો થયો છે. જોકે, કેદારનાથ ધામમાં ભગવાનના દર્શને આવતા લોકોના ઉત્સાહમાં કોઇ ઘટાડો નથી થયો. ભક્તો હિમવર્ષાનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. આજે સવારથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છે અને અનેક જગ્યાએ ઝરમર વરસાદ વરસ્યો હતો.
ગયા શનિવારે કેદારનાથમાં બપોરથી સાંજ સુધી ત્રણ કલાક સુધી વરસાદ પડ્યો હતો. આ સમયગાળા દરમિયાન, ઉપરની ટેકરીઓ પર હળવી હિમવર્ષા થઈ હતી. ધામમાં મહત્તમ તાપમાન 10 અને લઘુતમ તાપમાન માઈનસ 3 ડિગ્રી નોંધાયું હતું. શનિવાર સવારથી ધામમાં વાતાવરણ ચોખ્ખું હતું. આ સમયગાળા દરમિયાન દૂધ ગંગા, વાસુકીતલ અને ચોરાબારી તાલ વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ હતી.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button