29 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા, ગૃહ પ્રધાન અમિત શાહે કરી સુરક્ષા સ્થિતિની સમીક્ષા
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આતંકવાદીઓ પણ આ તક ટાંપીને બેઠા છે.
તાજેતરમાં જ આતંકવાદીઓએ જમ્મુમાં હુમલા કર્યા છે, જેને કારણે ગૃહ મંત્રાલય પણ એક્શનમાં આવી ગયું છે. અમરનાથ શ્રાઈન બોર્ડ અને જમ્મુ અને કાશ્મીર પ્રશાસન 29 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે તૈયારી કરી રહ્યા છે. આ જ કારણ અસર અમિત શાહ નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજીત ડોભાલ અને આર્મી ચીફ સાથે જમ્મુ ખાતે હાઈ લેવલ મીટીંગ બોલાવી હતી જેમાં અમરનાથના યાત્રીઓની સુરક્ષાનો મુદ્દો ચર્ચવામાં આવ્યો હતો. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ પણ હાજરી આપી હતી.
આ પણ વાંચો : Gujarat ના 9343 યુનિટો હાનિકારક કચરાના રિપોર્ટ જમા કરાવવામાં ઉદાસીન, CPCBના અહેવાલમાં ઘટસ્ફોટ
અમિત શાહને જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આગામી દિવસોમાં સુરક્ષા દળો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કામગીરી વધુ તીવ્ર બનાવી શકે છે. અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાનની સૂચના મુજબ આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવવામાં આવશે.
આ વખતે લોકસભાની ચૂંટણી હોવાથી અમરનાથ યાત્રાનો સમય ગાળો ઘટાડી નાખવામાં આવ્યો છે. આ વખતે અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થશે અને 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. અમરનાથ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાનું ઓનલાઈન બુકિંગ 1 જૂનથી શરૂ થઈ ગયું છે. ગુફા માટે હેલિકોપ્ટર સેવાના દરો શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
અમરનાથ યાત્રા બે માર્ગે કરવામાં આવે છે. આ યાત્રા અનંતનાગ જિલ્લાના પહેલગામ માર્ગે અથવા તો ગંદરબાલથી બાલતાલના માર્ગે કરવામાં આવે છે. બાલતાલનો માર્ગ ટૂંકો છે પરંતુ જોખમી છે, જ્યારે પહેલગામનો માર્ગ ઘણો લાંબો છે. દર વર્ષે હજારો ભક્તો દૂર દૂરથી અમરનાથના ગુફામંદિરની અંદર બનેલા ભગવાન શિવના કુદરતી હિમલિંગને જોવા અને દર્શન કરવા આવે છે.