નેશનલ

અમરનાથ યાત્રા 2 મહિનાને બદલે માત્ર 45 દિવસ ચાલશે, ચૂંટણીના કારણે સમયગાળો ઘટ્યો

શ્રીનગર: દેશમાં ચૂંટણી પંચે તારીખો જાહેર કરી દીધી છે, ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2024ની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકીય પક્ષો પણ સોશિયલ મીડિયા અને ડોર ટુ ડોર પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે. આ દરમિયાન, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રાનો સમયગાળો ઘટાડવામાં આવ્યો છે. આ વખતે અમરનાથ યાત્રા 2 મહિનાને બદલે માત્ર 45 દિવસ ચાલશે.

ઉલ્લેખનિય છે કે કે અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની અધ્યક્ષતામાં સાંજે 4 વાગ્યે રાજભવનમાં એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં તમામ સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. યાત્રા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 15મી એપ્રિલથી શરૂ થશે. યાત્રિકોએ જમ્મુ અને કાશ્મીરની કેટલીક સરકાર માન્ય હોસ્પિટલોમાંથી આરોગ્ય પ્રમાણપત્રો મેળવવા અનિવાર્ય છે.

અમરનાથ યાત્રા માટે દરરોજ 10,000 શ્રદ્ધાળુઓને પરંપરાગત બાલટાલ અને પહેલગામ માર્ગો દ્વારા પવિત્ર ગુફા તરફ આગળ વધવાની મંજૂરી આપવામાં આવે છે. દેશભરમાં 500થી વધુ બેંક શાખાઓમાં ઑફલાઇન પેસેન્જર રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. અમરનાથમાં શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ વધારવાનું કામ ચાલી રહ્યું છે. આગામી અમરનાથ યાત્રા દરમિયાન બાબાના ભક્તોની સંખ્યામાં વધારો થાય તે માટે સુવિધા વધારવામાં આવી રહી છે. શ્રીનગરમાં મુસાફરોને રહેવા માટે બાધકામનું કાર્ય ચાલી રહ્યું છે.

અમરનાથ યાત્રા દરમિયાન વરસાદને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ થઈ જાય એ તંત્ર માટે એક મોટો પડકાર છે. આ વખતે આવા સંજોગોમાં જમ્મુથી શ્રીનગર જતા માર્ગ પર હજારો મુસાફરોને રોકાવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગયા વર્ષની યાત્રા દરમિયાન રેકોર્ડ સંખ્યામાં શ્રધ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button