J&K Amarnath Yatra પર લાગી બ્રેક, જાણો કારણ

દર વર્ષની જેમ આ વખતે પણ અમરનાથ યાત્રા માટે લાખો શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. દરમિયાન હાલમાં હવામાને આ પ્રવાસ પર બ્રેક લગાવી દીધી છે. ખરાબ હવામાનને કારણે હાલ યાત્રા રોકી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગઈકાલ રાતથી બાલતાલ અને પહેલગામ બંને માર્ગો પર ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં મુસાફરોને બેઝ કેમ્પ પર પરત મોકલી આપવામાં આવ્યા છે.
દર વર્ષની જેમ આ વખતે પણ અમરનાથ યાત્રા માટે લાખો શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે.
દરમિયાન હાલમાં હવામાને આ પ્રવાસ પર બ્રેક લગાવી દીધી છે. ખરાબ હવામાનને કારણે હાલ યાત્રા રોકી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગઈકાલ રાતથી બાલતાલ અને પહેલગામ બંને માર્ગો પર ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં મુસાફરોને બેઝ કેમ્પ પર પરત મોકલી આપવામાં આવ્યા છે.
દક્ષિણ કાશ્મીર હિમાલયમાં આવેલી અમરનાથ ગુફા મંદિરની યાત્રા શનિવારે ભારે વરસાદને કારણે સ્થગિત કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવાર રાતથી જ પહેલગામ અને બાલતાલ રૂટ પર ભારે વરસાદ પડી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે યાત્રાને હાલમાં તો અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમરનાથ ગુફામાં અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કરી લીધા છે.
અમરનાથની તીર્થયાત્રા 29 જૂનના રોજ અનંતનાગમાં પહેલગામના રૂટ પર અને બાલતાલ રૂટ પર શરૂ થઈ હતી અને 19 ઓગસ્ટના રોજ આ યાત્રા સમાપ્ત થશે. ગયા વર્ષે સાડા ચાર લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફામાં બનેલા બરફના શિવલિંગના દર્શન કર્યા હતા.
જો હવામાન સારું રહેશે તો આ વખતે પણ લોકો બાબા બર્ફાનીના દર્શન કરી શકશે. માહિતી અનુસાર હાલમાં કોઈ નવા જૂથને નુનવાન બેઝ કેમ્પ અને ચંદનવાડીથી ગુફા તરફ જવાની મંજૂરી આપવામાં આવી નથી. જો કે, મુસાફરોના રહેવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં હજારો શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા છે.