અમરનાથ યાત્રામાં ચાર લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી પવિત્ર અમરનાથ યાત્રા ખરાબ હવામાનના લીધે એક સપ્તાહ વહેલી પૂર્ણ કરવામાં આવી છે. આ યાત્રા 9 ઓગસ્ટ રક્ષાબંધનના રોજ પૂર્ણ થવાની હતી. આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ત્રણ દિવસ પૂર્વે જ અમરનાથ યાત્રાને કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી હતી. જયારે 4. 10 લાખ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા છે.
યાત્રાને વહેલી સ્થગિત કરવાની જાહેરાત
આ અંગે કાશ્મીર ડિવિઝનલ કમિશનર વિજય કુમાર બિધુરીએ જણાવ્યું છે કે હાલમાં થયેલા ભારે વરસાદના પગલે બે બેઝ કેમ્પોથી આગળ જવાનો રસ્તો ખરાબ થયો છે. તેમજ આ રસ્તો શ્રદ્ધાળુ માટે સુરક્ષિત નથી. તેમજ ખરાબ રોડ
પર તાત્કાલિક સમાર કામ શકય નથી. જેના પગલે આ યાત્રાને વહેલી સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
4.10 લાખ શ્રદ્ધાળુઓ દર્શન કર્યા
જયારે અમરનાથ યાત્રા અને અમરનાથ શ્રાઈન બોર્ડના આંકડા અનુસાર આ વર્ષે યાત્રા એક સપ્તાહ પૂર્વે સમાપ્ત કરવામાં આવી છે. તેમ છતાં 4. 10 લાખ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરવામાં સફળ રહ્યા છે. જોકે, ગત સપ્તાહથી ખરાબ હવામાનના લીધે વારંવાર યાત્રા સ્થગિત કરવી પડી હતી. જેના લીધે શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો.

સુરક્ષામાં 42,000 જવાનો તૈનાત હતા
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને આ વર્ષે અમરનાથ યાત્રા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ હતી. કેન્દ્ર સરકારે યાત્રા દરમિયાન સીએપીએફની કુલ 581 કંપનીઓ તૈનાત કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં 42,000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત હતા.

આ પણ વાંચો…અમરનાથ યાત્રાને એક અઠવાડિયા વહેલા સ્થગિત કરાઈ; જાણો કારણ