નેશનલ

અમરનાથ યાત્રાના કાફલાને કુલગામ નજીક અકસ્માત નડ્યો, 10 શ્રદ્ધાળુઓ ઘાયલ

અનંતનાગ : જમ્મુ કાશ્મીરમાં ૩ જૂલાઈથી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શરુ થયેલી અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહ સાથે બાબા બર્ફાનીના દર્શન માટે પહોંચી રહ્યા છે. આ દરમિયાન અનેક અકસ્માતો પર સર્જાયા છે. જેમાં આજે કુલગામ જિલ્લાના ખુદવાની વિસ્તારમાં શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે પર અમરનાથ યાત્રાના કાફલાને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 10 થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં બાલતાલ જઈ રહેલી યાત્રાના કાફલાની ત્રણ બસો એકબીજા સાથે અથડાઈ હતી.

શ્રદ્ધાળુઓને સરકારી મેડિકલ કોલેજ અનંતનાગ રિફર કરવામાં આવ્યા

આ અંગે મળતી માહિતી મુજબ એક અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ શ્રદ્ધાળુઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે એક ડોકટરે માહિતી આપી હતી કે પ્રાથમિક સારવાર આપ્યા બાદ લગભગ 10 શ્રદ્ધાળુઓને સરકારી મેડિકલ કોલેજ અનંતનાગ રિફર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમરનાથ યાત્રાના કાફલાને નડયો વધુ એક અકસ્માત, ડ્રાઈવરને ઈજા ચાર યાત્રાળુઓનો બચાવ…

બધા યાત્રાળુઓ મધ્યપ્રદેશના વતની

આ અકસ્માત અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે પહોંચતા જ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જયારે વહીવટીતંત્રે મુસાફરોની સંભાળ રાખવા માટે તમામ જરૂરી પગલાં લીધા છે અને મુસાફરોની સુવિધા અને સલામતી માટે સૂચનાઓ આપવામાં આવી છે. કુલગામમાં બસ અકસ્માતમાં 10 યાત્રાળુઓ ઘાયલ થયા છે. આ બધા યાત્રાળુઓ મધ્યપ્રદેશના વતની છે. આ લોકો અમરનાથ યાત્રાથી પરત આવી રહ્યા હતા. તેમની અનંતનાગની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button