શું તમને પણ આ Google Service Access કરવામાં મુશ્કેલી પડી રહી છે?
નવી દિલ્હી/મુંબઈ: દેશભરમાં ગુગલ યુઝર્સ ( Google User’s)ને આજે શુક્રવારે ગુગલ ન્યુઝ અને ગુગલ ડિસ્કવર (Google News And Google Discover)ની સર્વિસને એક્સેસ કરવામાં મુશ્કેલી પડી હતી. સોશિયલ મીડિયા પર યુઝર્સ આ અંગે ફરિયાદ કરી રહ્યા છે. આવતીકાલે લોકસભાની ચૂંટણી 2024નું છેલ્લાં તબક્કાનું મતદાન થવાનું છે, એવા સમયે ગુગલની બંને સર્વિસ ઠપ્પ થઈ જતાં યુઝર્સને મુશ્કેલી પડી રહી છે.
ગુગલની સર્વિસ ઠપ્પ થતાં યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ બાબતે ફરિયાદ કરી હતી. યુઝર્સને ગુગલ ન્યુઝ ટેબ, ગુગલ ડિસ્કવર હોમ પેજ ફીડ અને ગુગલ ટ્રેન્ડ જેવી સર્વિસ એક્સેસ કરવા માટે યુઝર્સને સમસ્યા નડી રહી હતી.
આ પણ વાંચો : આવું હશે Anant Ambani-Radhika Merchantના લગ્નનું ઈન્વિટેશન?
અજેશ નાયર નામના એક યુઝરે સોશિયલ મીડિયા પર ઈમેજ પોસ્ટ કરતા લખ્યું હતું કે ગુગલ ન્યુઝ કામ નથી કરી રહ્યું લાગે છે કે ગુગલનું સર્વર ડાઉન છે. માત્ર ભારત જ નહીં પણ વિદેશમાં યુઝર્સને ગુગલની સર્વિસ એક્સેસ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર બેરી નામના એક યુઝરે લખ્યું હતું કે એની અસર ગુગલ ડિસ્કવર પર પણ જોવા મળી રહી છે. ગુગલ હોમપેજ પર ન્યુઝ પણ લોડ નથી થઈ રહ્યા. આ સિવાય ગુગલ ટ્રેન્ડસ પણ કામ નથી કરી રહ્યું.
એક બાજુ જ્યાં યુઝર્સને ગુગલની વિવિધ સર્વિસ એક્સેસ કરવામાં મુશ્કેલી પડી રહી છે, ત્યાં બીજી બાજુ કેટલાક લોકો આ બાબતે પણ મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝરે તો આ સમસ્યાને સાયબર એટેક પણ ગણાવી દીધો હતો. જોકે, ગુગલ દ્વારા પણ આ સમસ્યા અંગે હજી સુધી કોઈ ઓફિશિયલી સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી.