નેશનલમનોરંજન

બેબી અને બાબુ વિના બોલ્ડ અંદાજમાં જોવા મળી ‘આલુ’

મુંબઈઃ બોલીવૂડની જાણીતી અભિનેત્રીએ તાજેતરમાં સ્વિમિંગ પુલમાં મસ્તીના મૂડમાં જોવા મળી હતી. અમે અહીં વાત કરી રહ્યા છીએ બેબી રાહાની મમ્મી અને મિસિસ કપૂર આલિયા ભટ્ટની. આલિયા ભટ્ટે સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં આલિયા પૂલમાં આરામ ફરમાવતી જોવા મળી રહી છે. સ્વિમિંગ પૂલમાં માથું રાખીને આંખો બંધ કરીને પડી રહેલી આલિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.

આ વિડિયો ઈનસ્ટાગ્રામ પર શેર કરતા આલિયા ભટ્ટે લખ્યું કે જ્યારે તે કામ પરથી છૂટે છે ત્યારે તે આખો દિવસ કેવી રીતે વિતાવે છે. આલિયાએ ડે ઑફ શેડ્યૂલનો વીડિયો શેર કરતાની સાથે તેના ચાહકો રીતસરના તૂટી પડ્યા હતા. હજારો લોકોએ કમેન્ટ કરવાની સાથે લાખો લોકોએ તેને પસંદ કરી હતી.

આલિયાએ આ વિડિયો પર કેપ્શન લખ્યું હતું કે આ મારું શેડ્યૂલ ઓન ઓફ ડેઝ છે. આ સાથે કેપ્શનમાં લખ્યું હતું- ‘ડોન્ટ ડિસ્ટર્બ. આલિયાનો આ વીડિયો અને કેપ્શન જોઈને ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો જોયા બાદ તેણે કોમેન્ટમાં લખ્યું હતું કે હું પણ મારા જીવનમાં આ ઈચ્છું છું.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ છેલ્લે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળી હતી. આ ફિલ્મે દુનિયાભરમાં બોક્સઓફિસ પર 300 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ બંને સિવાય શબાના આઝમી અને જયા બચ્ચન પણ આ ફિલ્મમાં હતાં.

આ ફિલ્મ કરણ જોહરે ડિરેક્ટ કરી હતી. મજાની વાત તો એ છે કે આ ફિલ્મ સાથે કરણ જોહર 7 વર્ષ બાદ ડિરેક્ટર તરીકે કમબેક કર્યું હતું. આ ફિલ્મ 28મી જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અહીંયા તમારી જાણ માટે કે, આલિયા અને રણબીર કપૂરને એક દીકરી છે જેનું નામ રાહા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button