
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજાર રોજ નવી ઊંચી સપાટીએ પહોંચી રહ્યો છે અને અંદાજપત્રમાં થનારી જાહેરાત અને તેની શેરબજાર પર પડનારી અટકળોને આધારે કેટલીક કંપનીઓ આઇપીઓ રોકી રહી છે, એવા અહેવાલો વચ્ચે પણ મૂડીબજારમાં હલચલ ચાલુ રહી છે. ઇક્સિગોનો આઇપીઓ આજે ૪૯ ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો છે. મેઇન બોર્ડ અને એસએમઇ મળીને કુલ કુલ એક ડઝન ભરણાં આવી રહ્યાં છે.
કુલ રૂ. ૧,૦૮૭ કરોડના ત્રણ મેઇનબોર્ડ આઇપીઓ અને રૂ. ૧૫૪ કરોડના છ એસએમઇ આઇપીઓ આ સપ્તાહે લોન્ચ થશે. ડીઇઇ ડેવલપમેન્ટ આઇપીઓ, જેનું મૂલ્ય રૂ. ૪૧૮ કરોડ છે, તે ૧૯ જૂનથી ૨૧ જૂન સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લુું રહેશે. એકમે ફિનટ્રેન્ડનો આઇપીઓ રૂ. ૧૨૧ કરોડનો છે.
છેલ્લે રૂ. ૩૬૯ કરોડનો સ્ટેનલી લાઇફસ્ટાઇલ આઇપીઓ ૨૧ જૂને ખુલશે અને ૨૫ જૂને બંધ થશે. એસએમઇ આઇપીઓમાં, ફાલ્કન ટેક્નોપ્રોજેક્ટ્સ ઇન્ડિયા, ડુરલેક્સ ટોપ સરફેસ, અને જેમ એન્વિરો મેનેજમેન્ટ ૧૯ જૂને ખુલશે અને ૨૧ જૂને બંધ થશે.
જ્યારે આ ઉપરાંત વિની ઇમિગ્રેશન એન્ડ એજ્યુકેશન, અને ડિંડીગુલ ફાર્મ પ્રોડક્ટ્સ ૨૦ જૂને ખુલશે અને ૨૪ જૂને બંધ થશે. મેડિકમેન ઓર્ગેનિક્સ ૨૧ જૂને ખુલશે અને ૨૫ જૂને બંધ થશે.