નેશનલ

ભાજપ સાથે ગઠબંધન મંજૂર નહીંઃ જેડીએસના ઉપાધ્યક્ષે આપ્યું રાજીનામું

બેંગલુરુઃ કર્ણાટકમાં જેડીએસ (જનતા દળ એસ-સેક્યુલર)ના કેટલાક નેતાઓને ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સાથે ગઠબંધન પસંદ નહીં હોવાને કારણે વધુ એક લઘુમતી નેતાએ પાર્ટી છોડી દીધી છે. કર્ણાટકમાં પાર્ટીના ગઢ ગણાતા તુમકુરુ જિલ્લાના જેડીએસના ઉપાધ્યક્ષપદેથી ભાજપ સાથે પક્ષના ગઠબંધનના વિરોધમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

પાર્ટીના અગ્રણી લઘુમતી નેતા એસ. શફી અહેમદ ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડા અને પૂર્વ મુખ્ય પ્રધાન એચ.ડી. કુમારસ્વામીને પોતાનું રાજીનામું પત્ર વોટ્સએપ પર મોકલી આપ્યું છે. રાજીનામામાં અહેમદે લખ્યું છે કે તાત્કાલિક રીતે જનતા દળ (એસ) પાર્ટી અને ઉપાધ્યક્ષપદેથી રાજીનામું આપે છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની પાર્ટી છોડીને જનતા દળ (એસ)માં સામેલ થયા હતા, પરંતુ હાલમાં ભવિષ્યની વ્યૂહરચના અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.


લોકસભાની ચૂંટણીના પહેલા પાર્ટી દ્વારા ભાજપ (ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવવાનો નિર્ણયના પછી જનતા દળ (એસ) પાર્ટીના લઘુમતીના નેતાઓ સાથે બેઠક પણ યોજી હતી. એની વચ્ચે પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. એમ. ઈબ્રાહિમે અત્યાર સુધીમાં કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ સૂત્રોએ દાવો એ પણ કર્યો છે કે પાર્ટી છોડવાનો વિચાર કરી રહ્યા છે.


ગઠબંધનની જાહેરાત કરતા પહેલા દેવગૌડા પરિવારના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે નવી દિલ્હીમાં ઇબ્રાહિમ વિના વાટાઘાટો કરવાના પગલાથી લઘુમતી કેડરના નેતા નારાજ છે. જનતા દળ (સેક્યુલર) કર્ણાટક એકમના ઉપાધ્યક્ષ સૈયદ શફીઉલ્લાહ સાહેબે ગયા શનિવારે ભગવા પક્ષ સાથેના જોડાણ અંગે નારાજગી વ્યક્ત કરીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ભવિષ્યની રણનીતિ અંગે પાર્ટીના અન્ય મુસ્લિમ નેતાઓ સાથે પણ બેઠકો કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેડી(એસ)નો રાજ્યમાં મુસ્લિમ સમુદાય પર નોંધપાત્ર પ્રભાવ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button