નેશનલ

પાકિસ્તાનમાં મતદાનમાં ઘાલમેલના આક્ષેપ

સુરક્ષા જવાનો પર આતંકવાદી હુમલો

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના લોકોએ ગુરૂવારે સામાન્ય ચૂંટણીમાં મતદાન કર્યું હતું જેમાં ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ શક્તિશાળી લશ્કરના પીઠબળથી ચોથી મુદત માટે વડા પ્રધાન બને એવી આશા રાખી રહ્યા છે. શરીફના હરીફ ઈમરાન ખાનના પક્ષ પર તવાઈ આવી છે. મતદાન દરમિયાન સુરક્ષા જવાનો પર આતંકવાદી હુમલા થયા હતા. જડબેસલાક સુરક્ષા મધ્યે મતદાન સવારના આઠ વાગ્યે શરૂ થયું હતું અને સાંજના પાંચ વાગ્યે ખતમ થયું હતું. મતદાન શરૂ થયું એટલે વણસતી સુરક્ષા સ્થિતિને લીધે પાકિસ્તાનમાં મોબાઈલ સેવા બંધ કરાઈ હતી. ગઈ કાલે બલુચિસ્તાન પ્રાંતમાં બે આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા ૩૦ જણ મરણ પામ્યા હતા. ગુુરુવારે દેરા ઈસ્માઈલ ખાનમાં ચૂંટણીની
ફરજ બજાવી રહેલા ચાર પોલીસને આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા. પાકિસ્તાનના વાયવ્યના ખૈબર-પખ્તુનખવાના ટાંક વિસ્તારમાં એક બંદૂકધારીએ સૈનિકો પર ગોળીબાર કરતાં એક સુરક્ષા અધિકારી માર્યો ગયો હતો.

ખૈબર-પખ્તુનખ્વાના ઉત્તર વઝિરિસ્તાન જિલ્લાના મિર અલી વિસ્તારમાં વણઓળખાયેલા ઈસમોએ સુરક્ષા દળના વાહન પર રોકેટથી હુમલો કર્યો હતો.

અમુક રાજકારણીઓએ કહ્યું હતું કે મતદાનના દિવસે મોબાઈલ સેવા બંધ કરવાથી ચૂંટણીમાં હેરાફેરી થઈ હોવાની શંકા ઉદભવી છે. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે મોબાઈલ ફોન સેવાને બંધ કરવાના નિર્ણયની બપોરના ત્રણ વાગ્યે સમીક્ષા કરાઈ હતી. ગુરૂવારે સુરક્ષાના કારણસર ઈરાન અને અફઘાનિસ્તાન સાથેની સરહદને કાર્ગો અને પદયાત્રીએ માટે બંધ કરાઈ હતી.

નોંધણી કરાયેલા કુલ ૧૨.૮ કરોડ મતદારો મત આપી શકે એ માટે આખા દેશમાં જાહેર રજા ઘોષિત કરાઈ હતી. મતદાતાઓ એવી આશા રાખે છે કે સત્તા પર આવનારી નવી સરકાર દેશના અર્થતંત્રને સ્થિર કરશે. મતદાન પછી તરત જ ગણતરી શરૂ થઈ હતી. બુધવારે જોડિયા સ્ફોટમાં ૩૦ જણ બલુચિસ્તાન પ્રાંતમાં મરી ગયા છે ત્યારે આખા દેશમાં ૬,૫૦,૦૦૦ જવાનોને તૈનાત કરાયા છે. પાકિસ્તાનના ચૂંટણી પંચના વડા સિકંદર સુલતાન રાજાએ કહ્યું હતું કે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાશે. તેમણે કહ્યું હતું કે ઈન્ટરનેટ સેવા ચાલુ કરવા તે ગૃહ મંત્રાલયને સૂચના નહીં આપે. અમે ચાલુ કરવાની સૂચના આપીએ અને આતંકવાદી ઘટના બને તો કોણ જવાબદાર એવો સવાલ તેમણે કર્યો હતો. સીઈસીએ કહ્યું હતું કે સિસ્ટમ ઈન્ટરનેટ પર આધારિત નથી પાકિસ્તાનના ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે નેશનલ એસેમ્બલીની સીટ માટે ૫,૧૨૧ ઉમેદવારો મેદાને પડ્યા છે. આમાં ૪,૮૦૭ પુરુષો અને ૩૧૨ મહિલા અને બે ટ્રાન્સજેન્ડર છે. ચાર પ્રાંતીય વિધાનસભા માટે ૧૨,૬૯૫ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ૧૨,૬૯૫ પુરુષ અને ૫૭૦ મહિલા અને બે ટ્રાન્સજેન્ડર છે.

ચૂંટણીની શરૂઆતમાં નીચું મતદાન હતું, પરંતુ ઉત્તરોત્તર મતદાને વેગ પકડ્યો હતો. અમુક મતદારમથકોમાં ચૂંટણીના કર્મચારી ન આવતાં દરવાજા ખુલ્યા નહોતા અને મતદાન શરૂ થયું નહોતું અને મતદાતાઓએ બહાર લાઈન લગાડી હતી. અનેક મતદારમથકોમાં સ્ટાફે મતદાનપત્રોની અછત અને અમુકમાં ખોટા દસ્તાવેજોને લીધે મતદાન શરૂ થયું નહોતું એવી ફરિયાદ કરી હતી.

નેશનલ એસેમ્બલીમાં રુલ ૩૩૬ બેઠક છે અને ૨૬૬ બેઠકનું મતદાન થવાનું છે. ૬૦ બેઠકો મહિલા અને ૨૪ બેઠક લઘુમતી માટે અનામત છે. અનામત બેઠકનું મતદાન થતું નથી અને વિવિધ પક્ષે જીતેલી બેઠકના આધારે તેમને આ બેઠક અપાઈ છે. એક બેઠકમાં ઉમેદવારને ગોળી મારીને ઠાર કરાતાં ત્યાં ચૂંટણી મોકૂફ રખાઈ છે. પક્ષે નવી સરકાર સ્થાપવા ૨૬૫માંથી ૧૩૩ બેઠક જીતવી પડે. ૭૪ વર્ષના શરીફ ચોથી વાર વડા પ્રધાન બનવાની આશા રાખે છે. તેમના પીએમએલ-એન પક્ષને ૧૧૫-૧૩૨ બેઠક જીતવાની આશા છે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો