ટોપ ન્યૂઝનેશનલ

નિઠારી કાંડ પર અલાહાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય

કોલી અને પંઢેરની ફાંસીની સજા રદ…

પ્રયાગરાજઃ અલાહાબાદ હાઈકોર્ટે સોમવારે નોઈડાના પ્રસિદ્ધ નિઠારી કેસમાં પોતાનો ચુકાદો આપતાં દોષિત ઠરેલા સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહ પંઢેરને નિર્દોષ જાહેર કર્યા હતા. જસ્ટિસ અશ્વની કુમાર મિશ્રા અને જસ્ટિસ એસએએચ રિઝવીની કોર્ટે આ નિર્ણય આપ્યો છે.

હાઈકોર્ટે ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટે આપેલી ફાંસીની સજા રદ કરી હતી. આવી સ્થિતિમાં હવે એજન્સી આ મામલે સુપ્રીમ કોર્ટનો સહારો લઈ શકે છે. સુરેન્દ્ર કોલીએ 12 કેસમાં આપવામાં આવેલી ફાંસીની સજા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી, જ્યારે મનિન્દર સિંહ પંઢેરે બે કેસમાં ફાંસીની સજા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે કોઈ પ્રત્યક્ષ પુરાવા અને સાક્ષીઓ ન હોવાના આધારે ગુનેગારોને નિર્દોષ જાહેર કર્યા હતા.

અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયથી CBIને મોટો ઝટકો લાગ્યો છે. જોકે, રિમ્પા હલદર હત્યા કેસમાં કોર્ટે સુરેન્દ્ર કોહલીની ફાંસીની સજા યથાવત રાખી હતી. બંનેને રિમ્પા હલદર હત્યા કેસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. નિઠારી કાંડ વર્ષ 2006માં બહાર આવ્યો હતો.

આ કેસમાં ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટે સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહ પંધેરને ફાંસીની સજા સંભળાવી હતી. સુરેન્દ્ર કોલી નોઈડામાં મનિન્દર સિંહ પંઢેરના ઘરનો કેરટેકર હતો. તેના પર ગરીબ સગીર છોકરીઓને નોકરી પર રાખવાનો, તેમનું યૌન શોષણ કરવાનો, પછી નિર્દયતાથી તેમની હત્યા કરવાનો અને હાડપિંજરને ગટરમાં ફેંકીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો.

કોઠી ડી -5નો માલિક પંઢેર પણ આ ગુનાહિત કૃત્યમાં સામેલ હોવાનું કહેવાય છે. સીબીઆઈએ તેમની ચાર્જશીટ દાખલ કરી હતી અને ગાઝિયાબાદની વિશેષ સીબીઆઈ કોર્ટે સજા સંભળાવી હતી, જેની સામે આરોપીઓએ અપીલ દાખલ કરી હતી. આરોપીઓ વતી કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે આ ઘટનાનો કોઈ સાક્ષી નથી. તેઓને માત્ર વૈજ્ઞાનિક અને સંજોગોવશાત્ પુરાવાના આધારે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. વકીલ દ્વારા તેમની ફાંસીની સજા રદ કરવા અપીલ કરવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button