નેશનલ

Chinese Garlic નો મુદ્દો અલ્હાબાદ હાઈકોર્ટે સુધી પહોંચ્યો, જાણો સમગ્ર વિવાદ

લખનૌ : ઉત્તર પ્રદેશના બજારોમાં વેચાતા પ્રતિબંધિત ચાઈનીઝ લસણ(Chinese Garlic) વેચાતા હોવાના મુદ્દે હાઇકોર્ટે સરકારને આડે હાથે લીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે શુક્રવારે ઉત્તર પ્રદેશ સરકારના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અધિકારીને સમન્સ પાઠવ્યું અને પૂછ્યું કે પ્રતિબંધિત ચાઈનીઝ લસણ હજુ પણ બજારમાં કેવી રીતે ઉપલબ્ધ છે. દેશના જુદા જુદા ભાગોના બજારોમાં ચાઈનીઝ લસણ વેચાઈ રહ્યું હોવાના અહેવાલો છે. આ મામલો વેગ પકડ્યા પછી કાર્યવાહી શરૂ થઈ અને ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં કેટલાક ક્વિન્ટલ ચાઈનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું હતું.

ચાઈનીઝ લસણનો મામલો હાઈકોર્ટમાં કેમ પહોંચ્યો ?

મોતીલાલ યાદવ નામના વકીલે ચાઈનીઝ લસણને લઈને હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. વકીલે પોતાની અરજીમાં કહ્યું હતું કે ચાઈનીઝ લસણ તેના હાનિકારક પ્રભાવોને કારણે દેશમાં પ્રતિબંધિત છે. તેમ છતાં તે લખનૌ સહિત સમગ્ર દેશમાં સરળતાથી ઉપલબ્ધ છે. આ અરજીની સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે કેન્દ્રના વકીલને દેશમાં આવી પ્રતિબંધિત વસ્તુના પ્રવેશને રોકવા માટેના ચોક્કસ મિકેનિઝમ વિશે પણ પ્રશ્ન કર્યો અને એ પણ પૂછ્યું કે તેના પ્રવેશના સ્ત્રોતને શોધી કાઢવા માટે શું કાર્યવાહી કરવામાં આવી છે. અરજદારે કોર્ટની કાર્યવાહી દરમિયાન ન્યાયાધીશો સમક્ષ લગભગ અડધો કિલો ચાઈનીઝ લસણ અને સામાન્ય લસણ રજૂ કર્યું હતું.

ચાઈનીઝ લસણ કેમ ખતરનાક ?

ચાઈનીઝ લસણ વિશે એવું કહેવાય છે કે તેમાં રહેલી ફૂગ ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. આ ઉપરાંત, ચાઈનીઝ લસણમાં પણ જંતુનાશકોનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું છે. જંતુઓથી બચાવવા માટે તેના પર મિથાઈલ બ્રોમાઈડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે આ લસણ ખાવાથી પેટના રોગો જેવા કે અલ્સર, ઈન્ફેક્શન વગેરેનો ખતરો વધી જાય છે. આ ઝેરી લસણનું સેવન કરવાથી કિડની સંબંધિત બીમારીઓ થાય છે. જો કે, સ્થાનિક લસણ કરતાં ચાઈનીઝ લસણ સસ્તું છે. તેથી પ્રતિબંધ હોવા છતાં વધુ નફો મેળવવા માટે તેને બજારોમાં આડેધડ વેચવામાં આવી રહ્યું છે.

ભારતીય અને ચાઈનીઝ લસણ વચ્ચે શું તફાવત છે ?

હવે પ્રશ્ન એ છે કે બે લસણ વચ્ચે કેવી રીતે તફાવત કરવો. ચાઈનીઝ લસણને સરળતાથી ઓળખી શકાય છે. તેનો રંગ, આકાર અને ગંધ સ્થાનિક લસણથી તદ્દન અલગ છે. ચાઈનીઝ લસણનો રંગ આછો સફેદ અને આછો ગુલાબી છે. જ્યારે સ્થાનિક લસણ કદમાં નાનું હોય છે અને તેનો રંગ સફેદ અથવા ક્રીમ હોય છે. આ બંનેની ગંધમાં ફરક છે. એક તરફ દેશી લસણની ગંધ તીવ્ર હોય છે. જ્યારે ચાઈનીઝ લસણની ગંધ હળવી હોય છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…