નેશનલ

ઓલ ઈન્ડિયા  મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પૂર્વ સીજેઆઈ ચંદ્રચુડ પર તાક્યું નિશાન, મૂક્યો આ આક્ષેપ

નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે અજમેર અને સંબલ મસ્જિદ પરના નીચલી અદાલતના નિર્ણયો માટે  પૂર્વ સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ(Chandrachud)પર નિશાન તાક્યું છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વર્ષ 2023માં વારાણસીના જ્ઞાનવાપી સંકુલના સર્વેની મંજૂરી આપતા ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચના નિર્ણયને ખોટો ગણાવ્યો છે.  તેમજ તેમના નિર્ણયથી દેશમાં ધાર્મિક સ્થળોના સર્વે અને પિટિશનના દરવાજા ખુલી ગયા. સપાના સાંસદો ઝિયા-ઉર-રહેમાન બરાક અને મોહિબુલ્લા નદવીએ કહ્યું, ચંદ્રચુડનો નિર્ણય ખોટો હતો. આનાથી વધુ સર્વે અરજીઓનો માર્ગ મોકળો થયો છે. સુપ્રીમ કોર્ટે આ અંગે એક્શન લેવા જોઇએ અને આવા સર્વેને રોકવા જોઈએ.

આ પણ વાંચો: ‘ઈતિહાસ ડી વાય ચંદ્રચુડને ક્યારેય માફ નહીં કરે’, સંજય રાઉતે હારનું ઠીકરું પૂર્વ CJI પર ફોડ્યું

“પ્લેસ ઓફ વોરશીપ એક્ટ 1991” ની ભાવના વિરુદ્ધ

પર્સનલ લો બોર્ડે પણ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આ નિર્ણય ” પ્લેસ ઓફ વોરશીપ એક્ટ 1991″ ની ભાવના વિરુદ્ધ છે. બોર્ડે કહ્યું, બાબરી મસ્જિદ કેસમાં, સુપ્રીમ કોર્ટે આ કાયદાને ટાંકીને કહ્યું હતું કે 15 ઓગસ્ટ 1947 મુજબ કોઈપણ પૂજા સ્થળની સ્થિતિ બદલી શકાતું નથી. પરંતુ જ્ઞાનવાપી કેસમાં કોર્ટે મંજૂરી આપીને સર્વેનો રસ્તો મોકળો કરી દીધો.

આ સર્વે કોમી તણાવમાં વધુ વધારો કરી શકે

જ્ઞાનવાપીના નિર્ણય બાદ મથુરાની શાહી ઇદગાહ, લખનૌની ટીલા વાલી મસ્જિદ અને હવે સંબલની જામા મસ્જિદની સાથે અજમેર શરીફમાં મંદિર હોવાના દાવાઓ પર અરજીઓ દાખલ કરવામાં આવી છે. પર્સનલ લો બોર્ડ અને વિપક્ષનું કહેવું છે કે આ સર્વે કોમી તણાવમાં વધુ વધારો કરી શકે છે. AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “1991ના કાયદા અનુસાર, પૂજા સ્થળની સ્થિતિ બદલી શકાતી નથી. આવી સ્થિતિમાં આ સર્વેનો હેતુ શું છે?”

ASI તેની ધાર્મિક પ્રકૃતિ નક્કી કરશે

હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે 1991નો કાયદો ASI દ્વારા સંરક્ષિત સ્થળો પર લાગુ થતો નથી. ” સંબલ સ્થળ ASI દ્વારા સુરક્ષિત છે. તેથી, પૂજા સ્થાનો અધિનિયમ અહીં લાગુ પડતો નથી. 1950ના પ્રાચીન સ્મારક અધિનિયમને ટાંકીને જૈને કહ્યું કે જો કોઈ સ્મારક ધાર્મિક સ્થળ હોય તો ASI તેની ધાર્મિક પ્રકૃતિ નક્કી કરશે અને સંબંધિત સમુદાયને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપશે.

પૂર્વ સીજેઆઈ ચંદ્રચુડના નિર્ણયની અસર

 પૂર્વ સીજેઆઈ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતામાં બેંચે 3 ઓગસ્ટ, 2023 ના રોજ  સુપ્રીમ કોર્ટે વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં ASI દ્વારા વૈજ્ઞાનિક સર્વેક્ષણની મંજૂરી આપી હતી. આ ચુકાદામાં કોર્ટે કહ્યું હતું કે 1991ના અધિનિયમની કલમ 3 પૂજા સ્થળની ધાર્મિક પ્રકૃતિની ખાતરી કરવા માટે પ્રતિબંધિત કરતી નથી. જો કે કલમ 4 તેની સ્થિતિ બદલવા પર પ્રતિબંધ મૂકે છે. આ પછી અલ્હાબાદ હાઈકોર્ટે ડિસેમ્બર 2023માં મથુરાના શાહી ઈદગાહ સંકુલમાં સર્વેની મંજૂરી આપી હતી. જે રીતે મધ્યપ્રદેશની ભોજશાળામાં પણ સર્વેને લઈને વિવાદ વધ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button