નેશનલ

ગુજરાતમાં નડ્ડા સહિત ચારેય ઉમેદવાર બિનહરીફ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્યસભામાં ગુજરાત ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટણી જીત્યા છે. આ માટે વિધાનસભામાં કૉંગ્રેસે સંખ્યાબળ ના હોવાથી ઉમેદવાર ઊભા રાખ્યા ન હતા. જેના કારણે ભાજપના ચારેય ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. જેના પછી સત્તાવાર રીતે મંગળવારે જે.પી નડ્ડા, ગોવિંદ ધોળકિયા જશવંતસિંહ પરમાર, મયંક નાયક વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં રાજ્યસભાની ૪ સીટ સહિત કુલ ૧૫ રાજ્યમાં ૫૬ સીટ માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાંથી ભાજપનું વિધાનસભામાં સંખ્યાબળ ૧૫૬ જેટલું હોવાના કારણે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર પણ ઉતાર્યા નથી. જ્યારે બીજી તરફ અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું પણ સમર્થનના અભાવે ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હતું. જ્યારે રજની પટેલે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. રજની પટેલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના ડમી તરીકે ઉમેદવારી નોંધાવી હતી.ભાજપમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જશવંતસિંહ પરમાર નામાંકન દાખલ કર્યા હતા. જોકે આ ચારેયની સત્તાવાર જીતની જાહેરાત મંગળવારે કરવામાં આવી હતી. આ તરફ કૉંગ્રેસ પાસે સંખ્યાબળ ન હોવાથી એક પણ ઉમેદવારના ફાર્મ ભર્યાં નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર બેઠકો માટે ૧૪૪ સભ્યોના બળની જરૂર હતી. ભાજપ પાસે ૧૫૬ બેઠકો છે. રાજ્યસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય ૧૦૦ પોઈન્ટનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ચાર ધારાસભ્યના રાજીનામા બાદ હાલ ૧૭૫ સભ્યોની સંખ્યા છે. ૧૭૮ ધારાસભ્યોમાંથી ભાજપ પાસે ૧૫૬ બેઠકો અને કૉંગ્રેસ પાસે ૧૫ બેઠકો છે. વિધાનસભામાં આપ ના ચાર, સમાજવાદી પાર્ટીના એક તેમજ અપક્ષના બે ધારાસભ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker