નેશનલ

એર ઇન્ડિયાની તેલ અવીવની તમામ ઉડાન ૧૪મી સુધી રદ

નવી દિલ્હી: ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષને ધ્યાને લઇને એર ઇન્ડિયાએ તેલ અવીવની ૧૪ ઓક્ટોબર સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી છે. એર ઇન્ડિયાએ રવિવારના રોજ તેના આ નિર્ણયની જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે શનિવારના રોજ હમાસ આતંકવાદીઓ દ્વારા ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારથી લઇને બન્ને પક્ષો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. જેમાં સંખ્યાબંધ લોકોનાં મોત થયાં હતાં. એરલાઇનના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારા મુસાફરો અને ક્રૂની સલામતી માટે ૧૪મી ઓક્ટોબર, ૨૦૨૩ સુધી તેલ અવીવની અમારી ફલાઇટ્સ સ્થગિત રહેશે. પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, આ સમયગાળા દરમિયાન કોઇપણ ફલાઇટમાં ક્ધફર્મ રિઝર્વેશનવાળા મુસાફરોને મદદ કરવાના એરલાઇન તમામ શક્ય પ્રયાસ કરશે.

નોંધનીય છે કે, અઠવાડિયામાં પાંચ વખત રાજધાની દિલ્હીથી તેલ અવીવ માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉડાન ભરે છે. આ સેવા સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે ચાલુ હોય છે. શનિવારે પણ દિલ્હીથી તેલ અવીવ અને તેલ અવીવથી દિલ્હીની ફ્લાઇટ રદ કરી દેવામાં આવી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત