અલીગઢ (ઉત્તર પ્રદેશ)ઃ ઉત્તર પ્રદેશના અલીગઢનું નામ હવે બદલવામાં આવશે. ટૂંક સમયમાં તેને હરિગઢના નવા નામથી ઓળખવામાં આવશે. અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. હવે આ પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવશે. અલીગઢના મેયર પ્રશાંત સિંઘલે આશા વ્યક્ત કરી છે કે વહીવટીતંત્ર ટૂંક સમયમાં તેને મંજૂરી આપશે.
મળતી માહિતી અનુસાર મેયર પ્રશાંત સિંઘલે કહ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવામાં આવે. આ દરખાસ્ત સર્વાનુમતે પસાર કરવામાં આવી છે. હવે તેને આગળ સરકારને મોકલવામાં આવશે. મને આશા છે કે સરકાર અમારી માંગ પૂરી કરશે. આ માંગણી સનાતન ધર્મની જૂની સભ્યતા અને પરંપરાને આગળ ધપાવવા આવી રહી હતી. બહુ જલ્દી અલીગઢ હરિગઢ તરીકે ઓળખાશે.
આ સિવાય ઘણા રેલવે સ્ટેશનોના નામ પણ બદલવામાં આવ્યા છે. યોગી સરકારના શાસન દરમિયાન જ મુગલસરાય રેલ્વે સ્ટેશનનું નામ બદલીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન અને ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલ્વે સ્ટેશન કરવામાં આવ્યું હતું.
દેશમાં દાયકાઓથી શહેરોના નામ બદલાતા રહ્યા છે. જો કે, નામ બદલવાની પ્રક્રિયા એટલી સરળ નથી. શહેરનું નામ બદલવા માટે સૌ પ્રથમ નગરપાલિકા/મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી દરખાસ્ત પસાર કરવામાં આવે છે. પછી તેને રાજ્ય કેબિનેટમાં મોકલવામાં આવે છે. રાજ્ય કેબિનેટમાં પાસ થયા બાદ નવા નામ સાથેનું ગેઝેટ બહાર પાડવામાં આવે છે. આ પછી નવું નામ લાગુ કરવામાં આવે છે.
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો