અલીગઢ યુનિવર્સિટીના પ્રો. ઈરફાન હબીબે કહ્યું કે ઔરંગઝેબે ખોટા કામો કર્યા હતા પરંતુ હવે…

અલીગઢ: અલીગઢ યુનિવર્સિટીના પ્રો. ઈરફાન હબીબે કહ્યું હતું કે વર્ષો પહેલા વારાણસી-મથુરામાં મંદિરો હતા અને તેને તોડી પાડવામાં આવ્યા હતા અને આ એકદમ સત્ય ઘટના છે. ઇતિહાસના ઘણા પુસ્તકોમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આગાઉ અહી મંદિરો હતા તે સાબિત કરવા માટે કોઈ સર્વે કે કોર્ટની જરૂર નથી. તેમણે એમ પણ કહ્યું કે ઔરંગઝેબે ખોટા કામો કર્યા હતા, પરંતુ હવે 1947 બાદ જે પણ નિયમો કે કાયદાઓ બનાવવામાં આવ્યા તે પ્રમાણે સ્થિતિ જાળવવી પડશે. જો કોઈ ફેરફાર કરવો હશે તો પહેલા કાયદામાં ફેરફાર કરવો પડશે. અને આ રીતે 300 વર્ષ પછી ફરી મંદિરો કરવાનો કે પછી મંદિરોને રિપેર કરવાનો કોઈ અર્થ નથી.
ઈતિહાસકાર પ્રોફેસર ઈરફાન હબીબે કહ્યું કે 300 વર્ષ પછી મથુરા અને કાશીનો મુદ્દો કેમ ઉઠાવવામાં આવ્યો છે. અને જો કાશી અને મથુરામાં પરિવર્તન જોઈએ છે એટલે કે તમારે ફરી મંદિર બનાવવું છે તો તે કાયદા દ્વારા જ શક્ય બની શકે છે. ઈતિહાસકાર ઈરફાન હબીબે એ બાબત પર પણ જોર આપ્યું હતું કે હાલમાં જે સ્થળે જે પણ ઢાંચા છે. તે 1991ના પ્લેસ ઓફ વર્શીપ એક્ટ હેઠળ સુરક્ષિત છે. આ હિસાબે 1947 બાદની જે પણ સ્થિતિ છે તેને યથાવત જાળવી રાખવી પડશે. જો કોઈ ફેરફાર કરવો હોય તો પહોલા કાયદામાં ફેરફાર કરવો પડશે.
આ ઉપરાંત ઈરફાન હબીબે જણાવ્યું હતું કે ભારતમાં હજારો બૌદ્ધ મઠોને તોડીને મંદિરો બનાવવામાં આવ્યા હતા. તો શું તમે હવે મંદિરોને તોડી નાખશો? ગયાનું મહાબોધિ મંદિર તેનું મખ્ય ઉદાહરણ છે. શૈવ ધર્મના લોકોએ ત્યાં કબજો કરી લીધો છે. જોકે હવે હિન્દુ અને બૌદ્ધ બંને ધર્મના લોકો ત્યાં પૂજા કરે છે. ઈરફાન હબીબે એમ પણ કહ્યું હતું કે ઔરંગઝેબના સમયમાં બીર સિંહ બુંદેલાએ મથુરામાં એક મોટું મંદિર બનાવ્યું હતું. અને ઔરંગઝેબે મથુરાના તે મંદિરને તોડીને મસ્જિદ બનાવી. કાશી વિશ્વનાથમાં પણ ઔરંગઝેબે મંદિરો તોડીને મસ્જિદ બનાવી હતી. તેમાં કોઈ શંકા નથી, તે તારીખો સાથે ઈતિહાસમાં લખાયેલું છે. પરંતુ જે કામ ઔરંગઝેબે કર્યું હતું તે 300 વર્ષ પછી ફરી થાય તે કેટલું યોગ્ય છે. આર્કિયોલોજીમાં કહેવાયું છે કે કોઈપણ ઈમારત, પછી તે મસ્જિદ હોય કે મંદિર, તેને તોડવી જોઈએ નહીં. તેમજ પુરાતત્વશાસ્ત્ર અનુસાર જો કોઈ પણ ઈમારત 200 વર્ષથી વધુ જૂની હોય તો તેની સાથે કોઈપણ પ્રકારની છેડછાડ ન કરવી જોઈએ.