આવતીકાલે ભૂલથી પણ ના ખરીદતા આ વસ્તુ નહીંતર….
ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની ત્રીજને અક્ષય તૃતિયા તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને ખૂબ જ તેજસ્વી તબક્કામાં છે. સૂર્ય મેષ રાશિમાં બિરાજમાન છે અને ચંદ્ર વૃષભ રાશિમાં બિરાજમાન છે, જેને કારણે આ દિવસને અક્ષય તૃતિયા તરીકે ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મમાં અક્ષય તૃતિયાનું અલગ અલગ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને આ દિવસે કોઈ પણ શુભ કાર્ય પંચાગ જોયા વિના કરી શકાય છે.
અક્ષય તૃતિયાના દિવસે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ અને ધનપતિ કુબેરની પૂજા કરવામાં આવે છે. એમના આશિર્વાદથી જીવનમાં ધન, સુખ-શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ દિવસે સોનું ખરીદવાનું શુભ માનવામાં આવે છે, એ વાત તો આપણે જાણીએ છીએ. પરંતુ આજે આપણે અહીં વાત કરીશું કેટલીક એવી વસ્તુઓ વિશે કે અક્ષય તૃતિયાના દિવસે બિલકુલ ના ખરીદવી જોઈએ. ઉદાહરણ તરીકે અક્ષય તૃતિયાના દિવસે કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ. જો આ ભૂલો કરવાનું ટાળશો તો તમારા પર હંમેશા માતા લક્ષ્મીની કૃપા વરસશે…
જો શક્ય હોય તો આ દિવસે સોના-ચાંદી સિવાયની કોઈ પણ ધાતું ખરીદવાનું ટાળો
આ દિવસે કાચના વાસણ ના ખરીદવા જોઈએ
અક્ષય તૃતિયાના દિવસે ઘરના કોઈ પણ રૂમમાં પૂજા ના કરવી જોઈએ, કોઈ રૂમમાં અંધારું ના હોવું જોઈએ
ઘરમાં સાફ-સફાઈ રાખો અને દિવાળીની જેમ જ આ દિવસે પણ ઘરમાં પ્રકાશની પૂરતી વ્યવસ્થા રાખો
આ છે શુભ સમય
તૃતિયા તિથિ 10મી મેના વહેલી સવારે 04.17 કલાકથી શરૂ થાય છે અને તે બીજા દિવસે એટલે કે 11મી મે, 2024ના સવારે 02.50 કલાકે સમાપ્ત થશે. પૂજાના મુહૂર્તની વાત કરીએ તો તે 10મી મેના વહેલી સવારે 5.33 કલાકથી બપોરે 12.18 કલાક સુધી રહેશે.