નેશનલ

Mahakumbh Stampede: નાસભાગ અંગે અખિલેશ યાદવનું નિવેદન, યોગી સરકારને આ અપીલ

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભ મેળામાં ગત રાત્રે નાસભાગની ઘટના બની (Mahakumbh Stampede, Prayagraj) હતી, જેમાં 10થી વધુ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે, મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતા છે. એવામાં વહીવટી તંત્રએ કરેલી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કન્નૌજના સાંસદ અખિલેશ યાદવે (Akhilesh Yadav) પ્રસાશન પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

મહાકુંભમાં મચેલી નાસભાગ બાદ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશની યોગી સરકારને પાંચ અપીલ કરી છે. તેમને સોશિયલ મીડિયા પર લખ્યું- મહાકુંભમાં ગેરવહીવટને કારણે થયેલી ઘટનામાં શ્રદ્ધાળુઓના જાનહાનિના સમાચાર ખૂબ જ દુઃખદ છે. મારી શ્રદ્ધાંજલિ!

Also read:

અખિલેશ યાદવે રાજ્ય સરકારને અપીલ કરતા કહ્યું- સરકારને અમારી અપીલ છે કે:

-ગંભીર રીતે ઘાયલ લોકોને એર એમ્બ્યુલન્સની મદદથી નજીકની સારી હોસ્પિટલોમાં લઈ જવામાં આવે અને તાત્કાલિક તબીબી સારવાર પૂરી પાડવામાં આવે.

– મૃતકોના મૃતદેહોની ઓળખ કરીને તેમના સંબંધીઓને સોંપીને તેમના રહેઠાણ સ્થળે મોકલવાની વ્યવસ્થા કરવી જોઈએ.- છૂટા પડી ગયેલા લોકોને ફરીથી પરિવાર સાથે મળાવવા માટે તાત્કાલિક પ્રયાસો કરવા જોઈએ.

– હેલિકોપ્ટરનો વધુ સારો ઉપયોગ કરીને દેખરેખ વધારવી જોઈએ.-

સતયુગથી ચાલી આવતી ‘શાહી સ્નાન’ની અખંડ પરંપરાને જાળવી રાખીને, રાહત કાર્યની સાથે સલામત વ્યવસ્થાપન વચ્ચે ‘મૌની અમાવાસ્યાનું શાહી સ્નાન’ કરાવવાની વ્યવસ્થા કરવી જોઈએ.

લોકોને અપીલ:

યુપીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે લોકોને અપીલ કરતા કહ્યું કે અમે શ્રદ્ધાળુઓને પણ અપીલ કરીએ છીએ કે તેઓ આ મુશ્કેલ સમયમાં સંયમ અને ધીરજથી કામ લે અને શાંતિપૂર્ણ રીતે પોતાની યાત્રા પૂર્ણ કરે. સરકારે આજની ઘટનામાંથી બોધપાઠ લેવો જોઈએ અને શ્રદ્ધાળુઓના રહેવા, ભોજન, પાણી અને અન્ય સુવિધાઓ માટે વધારાની વ્યવસ્થા કરવી જોઈએ. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામનાઅહેવાલો અનુસાર, પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના સ્નાન માટે ભારે ભીડ ઉમટી છે ગત રાત્રે 1.30 વાગ્યાની આસપાસ સંગમના કિનારે નાસભાગ મચી ગઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button