નેશનલમહારાષ્ટ્ર

…તો શું અખિલેશ યાદવની પાર્ટી મહારાષ્ટ્રમાં સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે?

મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં આશ્ચર્યજનક રીતે સૌથી સારો દેખાવ કરનાર અખિલેશ યાદવ (Akhilesh Yadav) ના એક વિધાને મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી શરૂ થઈ ગઈ છે. મહાયુતિના પક્ષો અને મહાવિકાસ આઘાડી (MVA)ના પક્ષો સાથે મળી બેઠકોની વહેંચણીની ચર્ચા કરી રહ્યા છે. રાજ્યની 288 વિધાનસભા બેઠક પર પોતાના પક્ષનો પરચમ લહેરાવા દરેક પક્ષ આગ્રહી છે ત્યારે સમાજવાદી પક્ષના નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ પણ મેદાને પડ્યા છે.

આ પણ વાંચો: ‘આ સરકાર ચાલવા વાળી નહીં, પણ પાડવા વાળી છે’, અખિલેશ યાદવે લોકસભામાં સરકારને ઘેરી

Akhilesh Yadav's party will contest elections independently in Maharashtra (2)
Image Source: Aaj Tak

અનંત અંબાણીના લગ્ન સમારંભમાં હાજરી આપવા આવેલા અખિલેશે પક્ષના નેતાઓ સાથે મુંબઈ ખાતે મુલાકાત કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: ‘ભાવિ PM અખિલેશ યાદવને જન્મદિવસની શુભેચ્છા’’, સપા હેડક્વાર્ટરની બહાર હોર્ડિંગ લાગ્યા

…તો અમે એકલા લડીશું

ઈન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષ તરીકે અખિલેશની સમાજવાદી પાર્ટી મહાવિકાસ આઘાડી સાથે વિધાનસભાની ચૂંટણી લડે તે સ્વાભાવિક છે. પક્ષના નેતા-કાર્યકર્તાઓ સાથે કરેલી બેઠક બાદ અખિલેશનું નિવેદન બહાર આવ્યું છે. અખિલેશે મહારાષ્ટ્રમાં 12 વિધાનસભા બેઠક માગી છે. આ દરમિયાન અખિલેશે એમ પણ કહ્યું છે કે મહાવિકાસ આઘાડી સાથે રહી ચૂંટણી લડવી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે ઈચ્છીએ છીએ કે અમે સાથે મળીને જ ચૂંટણી લડીએ, પરંતુ જો મનમેળ નહીં સધાય તો તેમનો પક્ષ સ્વંતત્ર રીતે ચૂંટણી લડશે. (Maharashtra Assembly elections)
હાલમાં રાજ્યમાં સપાના બે વિધાનસભ્ય છે. અખિલેશે લોકસભામાં ઉત્તર પ્રદેશમાંથી 37 સાંસદ ઈન્ડિયા ગઠબંધનને આપ્યા છે. ત્યારબાદ સપા ફરી જોશમાં આવી ગઈ છે.

જોજો મધ્યપ્રદેશ જેવું ન થાય

અખિલેશે આ સમયે મધ્ય પ્રદેશની ચૂંટણીની યાદ ખાસ કરીને કૉંગ્રેસને અપાવી હતી. 2023માં યોજાયેલી મધ્ય પ્રદેશની ચૂંટણીમાં અખિલેશે કૉંગ્રેસ સાથે રહી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેમની માગણી સંતોષવાનો ઈનકાર કૉંગ્રેસે કરતા અખિલેશે સ્વતંત્ર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. જોકે પરિણામ સાવ જ નિરાશાજનક હતું, પરંતુ કૉંગ્રેસને એકાદ-બે બેઠક પર નુકસાન પહોંચ્યું હતું. મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસનો પણ રકાસ નીકળી ગયો હતો.
તેમ છતાં સપાના નેતાએ એવી ચેતવણી પણ આપી છે કે મધ્ય પ્રદેશની જેમ મહારાષ્ટ્રમાં પણ અમારા પક્ષને ઓછું મહત્વ આપ્યું અથવા ગણતરીમાં લીધો નહીં તો મધ્ય પ્રદેશ જેવા હાલ થશે. અમે એકલા લડશું.

અખિલેશ 9મી ઓગસ્ટે જનસભા કરશે

સપા પ્રમુખ અખિલેશ યાદવ 9 ઓગસ્ટે મહારાષ્ટ્રના માલેગાંવમાં જાહેર સભા કરશે. માલેગાંવમાં સપાના 12 મ્યુનિસિપલ કાઉન્સિલર (કાઉન્સિલર) ચૂંટાયા હતા. હાલ સમગ્ર રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવા પર ફોકસ છે. તેથી અખિલેશે મહારાષ્ટ્રમાં 12 વિધાનસભા બેઠકો માંગી છે. હવે જોવાનું એ છે કે શિવસેના (યુબીટી), એનસીપી (શરદ પવાર) અને કૉંગ્રેસ અખિલેશની આ માગણી સંતોષે છે કે કેમ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…