ટોપ ન્યૂઝનેશનલ

બોલો રાહુલની યાત્રામાં અખિલેશને જ આમંત્રણ મળતું નથી, બેઠકોની વહેંચણીમાં પણ ખટરાગ

લખનઉઃ કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)ની ભારત જોડો ન્યાય યાત્રા-Bharat Jodo Nayay Yatra તેના મૂળ ઉદ્દેશ કરતા બીજા બધા મુદ્દે વધારે ચર્ચામાં રહે છે. એક તો તેમની યાત્રા શરૂ થતા જ કૉંગ્રેસ સાથેના INDIA ગઠબંધનના અમુક સાથીપક્ષો એકલા લડવાની વાત કરે છે, બિહારમા નીતીશ કુમારે તો એનડીએ સાથે હાથ મિલાવી લીધા છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશના સમાજવાદી પક્ષના નેતા અખિલેસ યાદવ પણ કૉંગ્રેસ ખાશ કંઈ ખુશ હોય તેમ જમાઈ રહ્યું નથી.

આ વાતનો ચિતાર અખિલેશના એક જવાબ પરથી મળી રહ્યો છે. અખિલેશ યાદવને પૂછવામાં આવ્યું કે શું તેઓ કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા Bharat Jodo Nayay Yatraમાં સામેલ થશે. આ સવાલનો જવાબ આપતા અખિલેશે કહ્યું કે ઘણા મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, પરંતુ અમને આમંત્રણ પણ નથી મળતા. તેણે કહ્યું, મુશ્કેલી એ છે કે ઘણી મોટી ઘટનાઓ થાય છે. પરંતુ અમને આમંત્રણ પણ મળતા નથી. તો શું આમંત્રણ આપણે જાતે જ માંગવું જોઈએ?


લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં વિપક્ષના ઈન્ડિયા INDIA બ્લોકમાં સીટોની વહેંચણીને લઈને ઓપિનિયન પોલિંગ પૂરજોશમાં ચાલી રહી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે કોંગ્રેસને 11 સીટો આપવાની જાહેરાત કરી છે. જો કે કોંગ્રેસનું કહેવું છે કે હાલમાં સીટ વહેંચણીને લઈને કોઈ અંતિમ વાતચીત થઈ નથી. આ દરમિયાન અખિલેશે સમાજવાદી પાર્ટીના 16 ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે. જોકે કૉંગ્રેસ આ 11 બેઠકો મામલે કંઈ બોલવા માગતી નથી. આથી બેઠકો મામલે પણ ખટરાગ હોવાનું જણાઈ આવે છે.


હાલમાં જ યુપીમાં ઈન્ડિયા બ્લોક હેઠળ સપા અને આરએલડીનું ગઠબંધન થયું હતું, જે અંતર્ગત સપા પ્રમુખે આરએલડીને 7 સીટો આપવાની જાહેરાત કરી હતી. જોકે, કોંગ્રેસે આ બેઠક વહેંચણી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આ પછી યુપીમાં ગઠબંધનને લઈને સસ્પેન્સ હતું. દરમિયાન, હવે અખિલેશ યાદવે 16 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આથી હવે બિહાર અને પશ્ચિમ બંગાળની જેમ અહીં પણ મહાગઠબંધન તૂટે છે કે પછી કો વચલો રસ્તો નીકળે છે તે જોવાનું રહ્યું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો