અખિલેશ યાદવ આ શું બોલી ગયા કાંગ્રેસ માટે….

શાહજહાંપુર:મધ્યપ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસે સમાજવાદી પાર્ટીને એકપણ સીટ આપી ન હતી. જેના કારણે નારાજ થયેલા સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું હતું કે જો કોંગ્રેસ આવું વર્તન કરશે તો તેની સાથે કોણ ઉભું રહેશે?
યાદવે કહ્યું હતું કે હું કોંગ્રેસ પાર્ટીને કોઈ સલાહ કે સૂચન નથી આપી રહ્યો પરંતુ દેશ સામે એક મોટો પડકાર છે. ભાજપ એક સંગઠિત અને મોટી પાર્ટી છે. તમે કોઇ પણ પ્રકારના ભ્રમમાં ના રહો ફક્ત લડીને કોઈપણ ચૂંટણી જીતી શકશો નહીં. અને તેમાંય જો કોંગ્રેસ આવું વર્તન કરશે તો તેની સાથે કોણ ઉભું રહેશે? તેમણે તેમની પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના મતભેદોના સમાચારો પર ખુલ્લેઆમ ટિપ્પણી કરી, જે વિપક્ષી પાર્ટીઓ ‘I.N.D.I.A’ના ગઠબંધનનો ભાગ છે.
આ ઉપરાંત યાદવે કહ્યું હતું કે I.N.D.I.A ગઠબંધને અગાઉથી સ્પષ્ટ કરી દેવું જોઈતું હતું કે રાજ્ય સ્તરે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. જ્યારે અમે મધ્યપ્રદેશ ચૂંટણી માટે સપા સાથે વાત કરી ત્યારે કોંગ્રેસ સપાને છ સીટો આપવા રાજી થઈ ગઈ હતી. અને બાદમાં જ્યારે કોંગ્રેસની યાદી બહાર પાડવામાં આવી, ત્યારે સપાને કોઈ સીટ આપવામાં આવી ન હતી અને અમારા કેટલાક ધારાસભ્યની ટિકિટ પણ રદ કરવામાં આવી હતી.
અખિલેશ યાદવે વધુમાં કહ્યું હતું કે હું માનું છું કે જો તમે કોઈ સીટ આપવા તૈયાર ન હતા તો તમારે અમારી સાથે વાત કરવી જોઈતી ન હતી. પરંતુ કાંગ્રેસે અમારી સાથે ખૂબજ સારી રીતે વાત કરી. અને પછી જ્યારે ટિકીટ આપવાની વાત આવી ત્યારે અમને બાજુમાં ખસેડી દીધા તો શું કાંગ્રેસને લાગે છે કે તે એકલે હાથે જીત મેળવી શકશે અને જો એવું જ હતું તો I.N.D.I.A ગઠબંધન બનાવ્યું જ કેમ?