Akhilesh Yadav હવે કેન્દ્રમાં થશે એક્ટિવ, યુપીની બાગદોર કોને સોંપશે?
લખનઉઃ લોકસભાની ચૂંટણીના (Loksabha election results) પરિણામોમાં જેમણે સૌથી વધારે ધ્યાન ખેંચ્યું તે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ (Akhilesh Yadav) ની સમાજવાદી પાર્ટી છે. કૉંગ્રેસ સાથે ગઠબંધન કરી 37 બેઠક પર જીત મેળવી (Samajwadi Party) સપા દેશની ત્રીજા નંબરની પાર્ટી બની ગઈ છે. હવે અખિલેશનું કદ પણ વધ્યું છે ત્યારે ઉત્તર પ્રદેશની બાગદોર તેણે કોઈકના હાથમાં સોંપવી પડશે.
અખિલેશ યાદવ લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ યુપીમાં વિપક્ષના નેતા પદ છોડી દેશે, તેમ સૂત્રો જણાવે છે.
પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ યુપી વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ છોડશે. સપા (Samajwadi Party) ને સંસદીય રાજકારણમાં મોટા ‘નેતાજી’ (મુલાયમ સિંહ યાદવ) કરતાં પણ આગળ લઈ ગયા પછી હવે તેઓ કેન્દ્રીય રાજકારણમાં તેમની ભૂમિકા ભજવશે અને આ માટે તેમમે દિલ્હીમાં ડેરા જમાવવા પડશે.
સપાએ લોકસભા ચૂંટણીમાં 33.59 ટકા મત મેળવીને 37 બેઠકો મેળવી છે. અખિલેશ યાદવ પોતે કન્નૌજથી જંગી મતોથી જીતીને લોકસભામાં પહોંચ્યા છે. હાલમાં તે મૈનપુરીની કરહાલ સીટથી ધારાસભ્ય છે. આ ઉપરાંત તેની પાસે વિધાનસભામાં વિપક્ષના નેતાની જવાબદારી પણ છે.
નિયમો મુજબ આમાંથી એક જ સીટ તે પોતાની પાસે રાખી શકે છે. અખિલેશ સ્વાભાવિક રીતે રાષ્ટ્રીય રાજનીતિને પ્રાધાન્ય આપશે. એટલે કે વિધાનસભામાંથી રાજીનામું આપીને તેલોકસભાની બેઠક પોતાની પાસે રાખશે. સ્વાભાવિક છે કે તે સ્થિતિમાં વિપક્ષના નવા નેતાની પસંદગી કરવી પડશે.
સપાની રણનીતિ આ પદ પીડીએ (પછાત, દલિત અને લઘુમતી)ના ધારાસભ્યને આપવાની છે. જેથી કરીને જે રણનીતિના કારણે તે ત્રીજી પાર્ટી બની છે તેને વધુ મજબૂત બનાવી શકાય. ઉપરાંત મતદારોને સંદેશ પણ આપી શકાશે.
આ સંદર્ભમાં, અકબરપુર (આંબેડકર નગર)થી સપા ધારાસભ્ય રામ અચલ રાજભર, મંઝાનપુર (કૌશામ્બી)થી ઈન્દ્રજીત સરોજ અને કંથ (મુરાદાબાદ)ના સપા ધારાસભ્ય કમલ અખ્તરના નામ આગળ છે. આ ત્રણેય નેતાઓ યુપી સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે.
Also Read –