અજીત ડોભાલે કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને કહ્યું તમે પુરાવા આપો અમે તપાસ કરાવીશું…
નવી દિલ્હી: અજીત ડોભાલ સાથેની મુલાકાત દરમિયાન જોડી થોમસે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની કથિત સંડોવણીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તપાસમાં સહયોગ માંગ્યો હતો. ત્યારબાદ ભારતીય NSAએ તેમના દાવાના સમર્થનમાં પુરાવા આપવાની માંગ કરી હતી, પરંતુ કેનેડા અત્યાર સુધી કોઈ નક્કર પુરાવા આપી શક્યું નથી. બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને જોડી થોમસે ટેલિફોનિક વાતચીત કરી હતી. ટોચના સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આ વાતચીત દરનિયાન ડોભાલે થોમસ સાથે ખાલિસ્તાની અલગતાવાદીઓ, ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓને કેનેડામાં સુરક્ષિત આશ્રય મેળવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કેનેડામાં શરણ લઈ રહેલા ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ વિશે યાદી પણ સોંપી.
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે જોડી થોમસ સાથે વોન્ટેડ ગુનેગારોની માહિતી અને સ્થાનો પણ શેર કર્યા હતા. કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે તેના ભારતીય સમકક્ષ અજીત ડોભાલને હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના આરોપોનો આક્ષેપ કર્યો હતો. ડોભાલે જોડીને કેનેડાના વાહિયાત આરોપોના સમર્થનમાં પુરાવા માંગ્યા હતા પરંતુ કેનેડિયન NSA પુરાવા આપી શક્યું નહીં. અજિત ડોભાલે જોડી થોમસને કહ્યું હતું કે જો કેનેડા તેના આરોપોના સમર્થનમાં પુરાવા અને ઇનપુટ્સ આપે તો ભારત તપાસ કરવા તૈયાર છે.
કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જોડી થોમસ ગયા મહિને બે વખત ભારતની મુલાકાતે આવ્યા હતા. એવો દાવો કરવામાં આવે છે કે બંને વખત તેઓ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળ્યા હતા અને ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર સલાહકારે આ વર્ષે ઓગસ્ટમાં જી-20 સમિટ દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી. તે વખતે પણ તેમણે અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી.