નેશનલ

એનએસએ અજીત ડોભાલનું મોટું નિવેદન, કહ્યું ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ નુકસાન નહી…

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલાના જવાબમાં ભારતના પાકિસ્તાન વિરુદ્ધના ઓપરેશન સિંદૂરની સફળતાની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઇ છે. જોકે, આ દરમિયાન વિદેશી મીડિયાએ ભારતના ઓપરેશન સિંદૂરને બદનામ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમજ ઓપરેશન સિંદૂરમાં ભારતને નુકસાન થયું હોવાના અહેવાલ પણ પ્રકાશિત કર્યા હતા. જેનો ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ જવાબ આપ્યો છે.

ભારતના નુકસાનનો એક પણ ફોટો નથી
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતને કોઈ નુકસાન થયું નથી. ડોભાલે કહ્યું કે વિદેશી મીડિયાએ જાણી જોઈને ખોટા સમાચાર ફેલાવ્યા છે અને કોઈની પાસે ભારતના નુકસાનનો એક પણ ફોટો નથી. એનએસએ અજિત ડોભાલે આઈઆઈટી મદ્રાસના 62મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.

એનએસએ ડોભાલ વિદેશી મીડિયા પર આક્રોશિત
અજીત ડોભાલે કહ્યું કે, વિદેશી મીડિયામાં ઘણું કહેવામાં આવ્યું કે પાકિસ્તાને આ કર્યું તે કર્યું. તમે મને એક પણ તસવીર બતાવો. આજે સેટેલાઇટનો યુગ છે તમે મને એક પણ તસવીર બતાવો જેમાં ભારતીય બાજુથી કોઈ નુકસાન દેખાય છે. તેઓએ કંઈક લખ્યું, પરંતુ તસવીરોમાં 10 મે પહેલા અને પછી પાકિસ્તાનના 13 એરપોર્ટ કેવા દેખાતા હતા. તે પછી સરગોધા હોય, રહીમ યાર ખાન હોય કે ચકલાલા હોય. હું તમને ફક્ત તે જ કહી રહ્યો છું જે વિદેશી મીડિયા તસવીરોના આધારે પ્રકાશિત કરે છે. અમે પાકિસ્તાની એરપોર્ટને નુકસાન પહોંચાડવા સક્ષમ છીએ.

ઓપરેશન સિંદૂરમાં ફક્ત 23 મિનિટનો સમય લાગ્યો
અજીત ડોભાલે કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, આપણે આપણી સ્વદેશી ટેકનોલોજી વિકસાવવી પડશે. અહીં ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગર્વ છે કે તેમાં કેટલી સ્વદેશી સામગ્રી હતી. અમે પાકિસ્તાનમાં 9 આતંકવાદી કેમ્પોને નિશાન બનાવવાનું નક્કી કર્યું. આ સરહદી વિસ્તારોમાં નહોતા. અમે કોઈ લક્ષ્ય ચૂક્યા નહીં. આ સમગ્ર કાર્યવાહીમાં ફક્ત 23 મિનિટ લાગી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button