નેશનલ

Aviation: 300 ફ્લાઇટ રદ, 40,000 ઓછા પેસેન્જર, મુસાફરોને હાલાકી

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે દેશમાં એવિએશન સેકટર પર ગંભીર અસર પડી રહી છે. ફ્લાઈટ ડીલે થતા ઈન્ડિગો એર લાઈન્સના પાઈલટ પર એક પેસેન્જરે હુમલો કર્યો હતો, ત્યાર બાદ ઈન્ડિગોના પેસેન્જરો ડાઈવર્ટ કરેલી ફ્લાઈટના પેસેન્જરો રનવે પર બેસીને ડીનર કરતા હોવાના વીડિયો વાયરલ થયા હતા. આ ઘટનાઓએ ધુમ્મસ વચ્ચે એરપોર્ટ પર સેફટી અને સિક્યોરીટી પ્રોટોકોલ પર પણ સવાલો ઉભા કર્યા છે. એરપોર્ટ પર હાજર સુરક્ષા દળો રેમ્પ-ટુ-રેમ્પ ટ્રાન્સફરની મંજૂરી આપતા નથી અને પ્લેનમાંથી ઉતાર્યા બાદ મુસાફરોને ફરીથી સુરક્ષા તપાસમાંથી પસાર થવાનું ફરજિયાત છે.

મુસાફરોને પડી રહેલી હાલાકી માટે ઘણા કારણો જવાબદાર છે, રનવે મેન્ટેનન્સ માટે નિર્ધારિત સમયગાળાથી વધુ બંધ રહે છે, ગાઢ ધુમ્મસને કારણે કલાકો માટે ટેક-ઓફ અને લેન્ડિંગ થઇ શકતા નથી, એરલાઇન્સ મુસાફરોને યોગ્ય રીતે અપડેટ નથી આપતી. ડીલેને કારણે એરક્રાફ્ટની અંદર લાંબા સમય સુધી રહેવું એ અસહ્ય બની જાય છે. છેલ્લા બે દિવસ દરમિયાન ફ્લાઈટમાં મુસાફરી કરનારા સામાન્ય માણસથી લઈને સેલિબ્રીટી બધ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવી રહ્યા છે.

આ સાથે એરલાઈન્સના ઑન ટાઈમ પર્ફોર્મન્સ(OTP)માં ભારે ઘટાડો થયો છે, જેમાં ઈન્ડિગોએ છ મેટ્રો એરપોર્ટ પર માત્ર 22% ફ્લાઈટ્સ ઓન-ટાઇમ રિપોર્ટ કરી હતી, AIX કનેક્ટ (અગાઉ એરએશિયા ઈન્ડિયા) માત્ર 30% ફ્લાઈટ્સ ઑન-ટાઇમ રિપોર્ટ કરી શકી. સોમવારે એર ઈન્ડિયાનો OTP 18.6% હતો.

IndiGo દૈનિક સરેરાશ 1760 ડોમેસ્ટીક ડિપાર્ચાર ઓપરેટ કરે છે; 22%ના OTP સાથે માત્ર 387 ફ્લાઈટ્સ સમયસર થઈ શકી. 1લીથી 13મી જાન્યુઆરી સુધી, ભારતમાં સરેરાશ 2883 ડોમેસ્ટિક ડિપાર્ચર્સ નોંધાયા હતા અને તેમાં સરેરાશ 428370 ડોમેસ્ટિક પેસેન્જર્સ બોર્ડ થાય હતા. 14મી જાન્યુઆરીના રોજ, મુસાફરોની સંખ્યા ઘટીને 381259 સાથે ડિપાર્ચર્સ 2552 પર આવી ગયા. 15મી જાન્યુઆરીએ, 390216 સ્થાનિક મુસાફરો સાથે 2598 ડિપાર્ચર્સ નોંધાયા.

નિષ્ણાંતો મત મુજબ એરલાઇન, ઓપરેટર, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને BCAS (બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી)ને નિયમો અને સિસ્ટમમાં ફેરફારની જરૂર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button