નવી દિલ્હી: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એરલાઇન કંપનીઓ સામે કડક પગલા લઇ રહ્યું છે. બુધવારે DGCAએ એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ પર 30-30 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. સુત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, ઓછી વિઝિબિલિટીની સ્થિતિમાં ફ્લાઈટ્સ ઓપરેટ કરવા માટે પાઈલટના ‘ડ્યુટી ચાર્ટ’માં રહેલી ખામીઓને ધ્યાનમાં રાખીને DGCAએ આ પગલું ભર્યું છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2023 માટે નિર્ધારિત ફ્લાઇટ્સના સંદર્ભમાં એરલાઇન્સ દ્વારા સબમિટ કરવામાં આવેલા ફ્લાઇટમાં વિલંબ, રદ, ડાયવર્ઝન સંબંધિત ડેટાનું વિશ્લેષણ કર્યા પછી, ડીજીસીએએને જાણવા મળ્યું કે એર ઇન્ડિયા અને સ્પાઇસજેટે “ચોક્કસ ફ્લાઇટ્સ માટે CAT2 અથવા ૩ નો ઉપયોગ કર્યો છે અને LVTO લાયકાત ધરાવતા પાઇલોટ્સને યાદીમાં સામેલ કરવામાં આવ્યા ન હતા.
CAT 2 અથવા 3 ઓછી વિઝિબિલિટીની સ્થિતિમાં ફ્લાઇટના સંચાલન સાથે સંબંધિત છે. LVTO નો અર્થ છે ઓછી વિઝિબિલિટી ફ્લાઈટ ઓપરેટ કરાવી.
DGCAના બે આદેશો અનુસાર એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ પર 30-30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અગાઉ, ડીજીસીએએ ડિસેમ્બરના અંતમાં દિલ્હી એરપોર્ટ પર ગાઢ ધુમ્મસ વચ્ચે વિવિધ ફ્લાઈટ્સના રૂટ ડાયવર્ટ કરીને ઓછી વિઝિબિલિટીની સ્થિતિમાં કામ કરવા માટે પ્રશિક્ષિત પાઈલટોને તૈનાત ન કરવા બદલ એર ઈન્ડિયા અને સ્પાઈસજેટને કારણ બતાવો નોટિસ જારી કરી હતી.
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે